SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૯, સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૬) ભૂતકાળમાં ભોગવેલ સંસાર સુખોને યાદ ન કરવા તે પૂર્વક્રીડિતવર્જન. (૭) અત્યન્ત સ્નિગ્ધ અને મધુર આહારનો ત્યાગ કરવો તે પ્રણીતઆહારવર્જન. (૮) નિરસ આહાર પણ અતિ માત્રાએ ન લેવો તે અતિઆહારવર્જન અને (૯) શરીરની કે સંયમના ઉપકરણોની વિભુષા (ટાપટીપ)નો ત્યાગ કરવો તે વિભૂષાવર્જન ૨૫૪ જ્ઞાનભાવમાં ૨મણતા તો જ આવે જો ગુરુની સાથે અને ગુરુની આજ્ઞામાં વર્તે. ગુરુકુળવાસ વિના બ્રહ્મચર્યની નવ વાડો ખંડિત થવાનો સંભવ હોવાથી બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કઠિન છે. માટે બને તેટલો ગુરુકુલવાસ રાખવો. સૂત્ર (૯-૭) પ્રયોજન :- અનુપ્રેક્ષા (ભાવના) ના બાર (૧૨) ભેદ જણાવે છેअनित्याशरण-संसारैकत्यान्यत्वाशुचित्वा श्रव-संवर-निर्जरालोक-बोधिदुर्लभ-धर्मस्वाख्याततत्त्वानुचिन्तनमनुप्रेक्षाः અનિત્યાશરણ-સંસારૈકત્વાત્યત્વા-શુચિત્વાશ્રવ-સંવર-નિર્જરા લોક-બોધિદુર્લભ-ધર્મસ્વાખ્યાતતત્ત્વાનુચિન્તનમનુપ્રેક્ષાઃ અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ-અન્યત્વ-અશુચિત્વઆશ્રવ-સંવર-નિર્જરા-લોક-બોધિદુર્લભ-ધર્મસ્વાખ્યાતતત્ત્વ ૧-૭ = 66--2 અનુચિંતનમ્ અનુપ્રેક્ષાઃ શબ્દાર્થ :- અનિત્ય = નિત્ય નથી તે, અશરણ = શરણ રહિત, સંસાર ચાર ગતિરૂપ સંસાર, એકત્વ = એકલાપણું, અન્યત્વ = શરીરાદિ અન્ય છે, અશુચિત્વ અપવિત્ર, આશ્રવ = કર્મનું આવવું, સંવર = આશ્રવને અટકાવવો, નિર્જરા = કર્મનું ખરી જવું, લોક = વિશ્વનું સ્વરૂપ, બોધિ દુર્લભ = સમ્યગ્દર્શનની દુર્લભતા, ધર્મસ્વાખ્યાત = - જિનેશ્વરોએ સુંદર રીતે કહેલો ધર્મ, તત્ત્વ અનુચિંતન = બાર (૧૨) ભાવના ઉપરનું ચિંતન. 6-2
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy