SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૬ ૨૫૩ (૯) આકિંચન્ય :- બાહ્યથી અને અત્યંતરથી એમ બંને રીતે નિર્ગસ્થ, એટલે કે જેને કોઈપણ જાતની ગાંઠ નથી તે આકિંચન્ય. સંયમમાં ઉપકરાક થાય તેવા ઉપકરણો વિના જેની પાસે બીજું કંઈ જ નથી તે બાહ્ય નિર્ઝન્થ અને કષાયો તથા વાસનાથી જે મુક્ત છે તે અત્યંતર નિગ્રંથ. આ બંનેને આકિંચન્ય ધર્મ કહેવાય છે. શંકા -મુનિઓ વસ્ત્ર અને પાત્ર તો રાખે છે તો તેને અકિંચન્ય ધર્મ કેમ કહેવાય? સમાધાન - જ્યાં મમત્વભાવ નથી ત્યાં સંયમમાં ઉપકારક વસ્તુ હોય તો પણ વસ્તુ નથી એમ કહેવાય છે. જ્યાં મમત્વ ભાવ છે ત્યાં વસ્તુ ન હોવા છતાં પણ વસ્તુ છે એમ અધ્યાત્મની દષ્ટિએ કહેવાય છે. એટલે અધ્યાત્મની દૃષ્ટિએ મમત્વ અને અમમત્વ ભાવના આધારે આકિંચન્ય છે કે નથી તેનો વ્યવહાર થાય છે. (૧૦) બ્રહ્મચર્ય :- આ શબ્દનો પ્રસિદ્ધ અર્થ છે “મૈથુનવૃત્તિનો ત્યાગ.” બ્રહ્મ એટલે આત્મા, તેમાં ચર્ય એટલે રમવું તે બ્રહ્મચર્ય. આત્માના જ્ઞાનાદિ ગુણોમાં, વૈરાગ્યભાવમાં અને સ્વ-સ્વભાવમાં જ તન્મય થવું તે બ્રહ્મચર્ય. મૈથુન ક્રિયાથી કે તે ક્રિયાનું ઉત્તેજન મળે તેવી અન્ય ક્રિયાઓથી અટકવું તેને બ્રહ્મચર્ય કહેવાય છે. બ્રહ્મચર્યની નવ વાડો પ્રસિદ્ધ છે. જે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે. (૧) જ્યાં વિજાતીય વ્યક્તિઓ તથા પશુઓ રહેતા હોય ત્યાં ન વસવું તે વસતિવર્જન (૨) કામવાસનાને ઉત્તેજક કથાઓ ન કરવી તથા કામોત્તેજક શબ્દપ્રયોગ ન કરવો તે કથાવર્જન (૩) વિજાતીય વ્યક્તિ જયાં બેઠેલી હોય ત્યાં તે ઉઠી ગયા પછી અમુક કાળ સુધી વિજાતીય વ્યક્તિએ ન બેસવું એ નિષદ્યાવર્જન. જયાં સ્ત્રી બેઠેલી હોય તે સ્થાને સ્ત્રી ઉઠી ગયા પછી પુરુષે બે ઘડી સુધી બેસવું નહિ અને પુરુષ જયાં બેઠેલ હોય તે સ્થાન પર સ્ત્રીએ ત્રણ પ્રહર (નવ કલાક) સુધી બેસવું નહિ તે નિષદ્યાવર્જન. (૪) સ્ત્રીએ પુરુષના અને પુરુષ સ્ત્રીના અંગોપાંગ કામવાસનાની બુદ્ધિથી જોવા નહિ તે ઈન્દ્રિયનિરીક્ષણ વર્જન (૫) જ્યાં પતિ-પત્ની સુતા હોય અથવા સંભોગ કરતા હોય ત્યાં ભીંત આંતરે ઉભા રહી તે દૃશ્ય જોવું નહિ તથા તેમનો સંસારિક વાર્તાલાપ સાંભળવો નહિ અને તે સ્થાનનો ત્યાગ કરવો તે કુડ્યાન્તરવર્જન.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy