________________
૨૫૨
અધ્યાય : ૯, સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અને ન અનુમોદવી તથા પ્રેક્ષ્ય, ઉપેક્ષ્ય, અપહૃત્ય, પ્રસૃજય, કાય, વચન, મન અને ઉપકરણ એમ સત્તર પ્રકારનો સંયમ છે.
(૧) પૃથ્વીકાયના જીવોને દુઃખ થાય તેવી પ્રવૃત્તિઓ મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદના રૂપે ત્યાગ કરવો તે પૃથ્વીકાયસંયમ છે.
(૨-૯) ઉપર પ્રમાણે બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો સુધી સમજવું (૧૦) આંખોથી નિરીક્ષણ કરવા પૂર્વક બેસવા ઉઠવા વગેરેની ક્રિયા તે પ્રેક્ષ્યસંયમ.
(૧૧) સાધુઓને શાસ્ત્રોક્ત અનુષ્ઠાનોમાં જોડવા અને સાધુજીવનની સમાચારી આચરવામાં બાધક એવા ગૃહસ્થોની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષ્મસંયમ.
(૧૨) બીનજરૂરી વસ્તુઓનો અથવા જીવાતવાળી ભિક્ષાનો ત્યાગ કરવો તે અપહત્યસંયમ
(૧૩) યથાસ્થાને પ્રમાર્જના કરવા પૂર્વક પ્રવૃત્તિ કરવી તે પ્રમ્રજ્યસંયમ.
(૧૪-૧૫-૧૬) અશુભ યોગોથી નિવૃત્તિ અને શુભયોગોમાં પ્રવૃત્તિ તે કાયસંયમ, વચનસંયમ અને મનસંયમ.
(૧૭) પુસ્તકાદિ ઉપકરણો જરૂર પ્રમાણે જ રાખવા, તેમનું સંરક્ષણ કરવું તે ઉપકરણ સંયમ છે.
(૭) તપઃ- શરીરને તપાવે તે બાહ્ય તપ અને આત્માને તપાવે તે અત્યંતર તપ. આહાર-પાણીના ત્યાગથી શરીર અને ઈન્દ્રિયો તપે તેથી તેને બાહ્યતપ કહેવાય છે. તેના અનશન વિગેરે છ ભેદ છે. કષાયો, ઈચ્છાઓ અને મમતાનો ત્યાગ તે અત્યંતર તા. તેના પણ પ્રાયશ્મિત્ત વિગેરે છ ભેદ છે. આ બાર પ્રકારના તપનું વર્ણન સૂત્ર ૯૧૯ થી ૯-૪૬માં આવશે.
(૮) ત્યાગ :- બીન જરૂરી વસ્તુઓનો ત્યાગ કરવો તે ત્યાગ. દોષિત આહાર પાણી તથા બીન જરૂરી ઉપકરણો બાહ્ય ઉપધિ કહેવાય અને શરીર તથા કાષાયિક પરિણામો અત્યંતર ઉપધિ કહેવાય. બાહ્ય ઉપધિ ઉપર મમતા-મૂછનો ત્યાગ કરવો તે બાહ્યત્યાગ- ધર્મ કહેવાય છે. એવી જ રીતે અત્યંતર ઉપધિ જે શરીર છે તેના ઉપરની મમતા-મૂછનો ત્યાગ અથવા ક્રોધાદિ કષાયોનો ત્યાગ તે અત્યંતર ત્યાગધર્મ કહેવાય છે.