________________
૨૫૦
અધ્યાય ઃ ૯, સૂત્ર-૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
૩. વિપાકક્ષમા ઃ- ક્રોધનાં ફળ કડવાં છે એમ સમજીને ક્ષમા રાખવી તે વિપાક ક્ષમા.
૪.
ક્રોધથી જ અનર્થો થાય છે એમ ક્રોધના વિપાકને વિચારતો જીવ ક્ષમા રાખે તે વિપાક ક્ષમા.
વચનક્ષમા ઃ- ભગવાને ક્ષમા રાખવાનું કહ્યું છે એમ જિનવચનને યાદ કરીને ક્ષમા રાખવી તે વચન ક્ષમા છે.
૫. ધર્મક્ષમા :- ક્ષમા રાખવી એ આત્માનો ધર્મ છે એમ સમજીને ક્ષમા રાખવી તે ધર્મક્ષમા છે. જેમ ચંદનમાં સ્વાભાવિક સુવાસ છે તેમ સ્વાભાવિક પણે થતી ક્ષમા એ ધર્મક્ષમા છે.
(૨) માર્દવ ઃ- નમ્રતા રાખવી, અહંકારનો ત્યાગ કરવો. મનમાં અલ્પ પણ મોટાઈ ન રાખવી અને મોટાઈ ન બતાવવી તે માર્દવ ધર્મ છે. પોતાની જાતને મોટી માનવી અથવા ‘હું કઈક છું’ એમ માનવું તે માન છે. જાતિ, કુળ વગેરે કોઈ વસ્તુ કે વિષયનો અહંકાર રાખવો તે મદ કહેવાય છે. શાસ્ત્રમાં આઠ પ્રકારના મદ બતાવ્યા છે. તે નીચે પ્રમાણે જાતિ, કુળ, રૂપ, ઐશ્વર્ય, વિજ્ઞાન, શ્રુત, લાભ અને બળ.
માતાનો વંશ તે જાતિ. તેનો મદ કરવો તે જાતિ મદ. પિતાનો વંશ તે કુળ તેનો મદ કરવો તે કુળ મદ.
લાવણ્ય યુક્ત શરીરની સુંદરતા અને ઈન્દ્રિયોની સુંદરતાનો મદ કરવો તે રૂપ મદ. ધન્ય, ધાન્ય, મકાન વગેરે ઐશ્વર્ય કે સંપત્તિનું અભિમાન કરવું તે ઐશ્વર્ય મદ. સૂક્ષ્મ તર્કગ્રાહી બુદ્ધિ તે વિજ્ઞાન, તેનો મદ તે વિજ્ઞાન મદ.
ગુરુગમ દ્વારા અથવા શાસ્ત્રોના અભ્યાસ સંબંધી થયેલો મદ તે શ્રુત મદ. મનગમતી ચીજ-વસ્તુની પ્રાપ્તિ થવી તે લાભ. તેનો મદ તે લાભ મદ. શારીરિક શક્તિ તે બળ, તેનું અભિમાન કરવું તે બળ મદ. જ્યાં સુધી આત્મા, ૫૨ પદાર્થોને પોતાના માનતો રહેશે ત્યાં સુધી અનંતાનુબંધી માનની ઉત્પત્તિ થયા જ કરશે. પરમાંથી મમત્વ બુદ્ધિ અને રાગાદિ ભાવોમાંથી ઉપાદેય બુદ્ધિ છોડવાથી માન કષાય નહિ થાય. માન અને મદનો ત્યાગ કરી માર્દવ (નમ્રતા) નામનો યતિધર્મ પ્રાપ્ત કરવા યોગ્ય છે.
(૩) આર્જવ :- સરળતા, નિખાલસતા, નિષ્કપટતા,