________________
૨૪૮
અધ્યાય : ૯, સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ તપાસ કરવી, ગવેષણા કરવી અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ ઉપકરણોનો સંયમ માટે સ્વીકાર કરવો તે એષણા સમિતિ.
આદાન-નિક્ષેપ સમિતિ - આદાન એટલે ગ્રહણ કરવું અને નિક્ષેપ એટલે મૂકવું. સંયમના ઉપકરણોને ચક્ષુથી જોઈને તથા રજોહરણાદિથી પ્રમાર્જીને ગ્રહણ કરવા તથા ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને વસ્તુઓ લેવી-મુકવી તે આદાન નિક્ષેપ સમિતિ.
ઉત્સર્ગ સમિતિ:- ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો, પરઠવવું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિનું નિરીક્ષણ-પ્રમાર્જન કરીને મળ-મૂત્રનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જૈન શાસ્ત્રમાં “અષ્ટ પ્રવચન માતા' કહેવાય છે. જેમ માતા બાળકને જન્મ આપે છે અને તેનું રક્ષણ અને પોષણ કરે છે, તેમ સંયમ ધર્મ જેનું બીજું નામ પ્રવચન છે તેનું રક્ષણ અને પોષણ પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિ કરે છે માટે તેને અષ્ટપ્રવચન માતા કહેવાય છે.
સૂત્ર (૯-૬) પ્રયોજન - ધર્મના દશ ભેદોનું વર્ણન કરે છે. ઉત્તમ: ક્ષમ-મારંવાર્નવ-શૌ-સત્ય-સંયમतपस्त्यागाकिञ्चन्य-ब्रह्मचर्याणि धर्मः ९-६ ઉત્તમઃ ક્ષમા-માર્દવાર્શવ-શૌચ-સત્ય-સંયમતપસ્યાગાકિંચી-બહ્મચર્યાણિ ધર્મ ૯-૬ ઉત્તમઃ ક્ષમા-માર્દવ-આર્જવ શૌચ-સત્ય-સંયમતપ-ત્યાગ-આકિંચ -બ્રહ્મચર્યાણિ ધર્મઃ ૯-૬
શબ્દાર્થઃ ઉત્તમ = ઉત્તમ, ઉત્કૃષ્ટ, ક્ષમા = સહિષ્ણુતા, માર્દવ = મૃદુતા, આર્જવા = સરળતા, શૌચ = નિર્લોભતા, અનાસક્તિ, સત્ય = હિત-મિત-યથાર્થ વચન, સંયમ = નિયમન, તપ = તપ, ત્યાગ = ત્યાગ, આકિંચન્ય = મમત્વ બુદ્ધિ ન રાખવી, બ્રહ્મચર્ય = બ્રહ્મ જેવી ચર્યા, ધર્મ = યતિધર્મ.