________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૫
૨૪૭ શબ્દાર્થ:- ઈર્યા = ગમનાગમન, ભાષા = બોલવું, એષણા= શુદ્ધ આહારાદિનું ગવેષણ (તપાસવું), આદાનનિક્ષેપ = લેવું, મૂકવું, ઉત્સર્ગ = ત્યાગ, સમિતિ = સમ્યફ પ્રવૃત્તિ.
સૂત્રાર્થ:-ઈર્યા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ એમ પાંચ સમિતિ છે.
ભાવાર્થ :- સમિતિ શબ્દમાં સન્ અને તિ એ બે શબ્દો છે સન્ એટલે સમ્યગુ અથવા સારી રીતે અને તિ એટલે પ્રવૃત્તિ. આત્માના હિતનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરવી તેને સમિતિ કહેવાય છે.
શંકા :- સમિતિ અને ગુપ્તિ વચ્ચે તફાવત શું છે ?
સમાધાન :- સમિતિ એ સમ્યભાવ પૂર્વકની પ્રવૃત્તિની પ્રધાનતાવાળી છે અને ગુપ્તિ એ સમ્યભાવની પ્રવૃત્તિ અને મિથ્યાભાવની નિવૃત્તિ એમ પ્રવૃત્તિ-નિવૃત્તિ-ઉભયરૂપ છે. જો કે ગુપ્તિમાં સમિતિનો સમાવેશ થઈ જાય છે. તો પણ બાળજીવોને સ્પષ્ટ બોધ થાય માટે ગુપ્તિથી સમિતિનું અલગ વિધાન કર્યું છે. સામાન્ય અભ્યાસી જીવોમાં અશુભથી નિવૃત્તિ તે ગુપ્તિ અને શુભમાં પ્રવૃત્તિ તે સમિતિ એવો અર્થ પણ પ્રચલિત છે. પરંતુ વાસ્તવિકપણે ગુપ્તિ એ પ્રવૃત્તિ-નિવૃત્તિ એમ ઉભયરૂપ છે.
ઈર્યાસમિતિ:- ઈર્યા એટલે ચાલવું ગમનાગમન કરવું.
સંયમજીવનની રક્ષા તથા તેની પુષ્ટિ થાય તેવા આશયથી આવશ્યક કાર્યો કરવા માટે યુગપ્રમાણ (કા હાથ) ભૂમિનું પરીક્ષણ કરવા પૂર્વક ચાલવું. લોકોનું જ્યાં ગમનાગમન હોય તથા સૂર્યનો અધિક પ્રકાશ આવતો હોય તેવા માર્ગે જીવોની રક્ષાના ઉપયોગ પૂર્વક ગમન કરવું તે ઈર્યાસમિતિ.
ભાષા સમિતિ - ભાષા એટલે બોલવું, જરૂર પડે ત્યારે સ્વ પરને હિતકારી, નિરવદ્ય અને સ્પષ્ટ વચન બોલવાં તે ભાષા સમિતિ, પરિમિત બોલવું તે પણ ભાષા સમિતિ.
એષણા સમિતિ - એષણા એટલે ગવેષણા કરવી, શોધવું, તપાસવું. પોતે સ્વીકારેલા સંયમની રક્ષા અને નિર્વાહ માટે આવશ્યક એવા ઉપકરણો જેવા કે વસતિપાત્ર-આહાર-વસ્ત્ર અને ઔષધ આદિની શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ૪ર દોષ રહિતપણે