________________
૨૪૬
અધ્યાય : ૯, સૂત્ર-૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ યોગ નિગ્રહ કહેવાય છે. ટૂંકમાં સમ્યફ એટલે કેવા યોગોથી કર્મ બંધ થાય છે અને કેવા યોગોથી સંવર કે નિર્જરા થાય છે એમ જાણીને તેની શ્રદ્ધા કરવી અર્થાત્ સમ્યક એટલે સમ્યગ્ગદર્શન અને સમ્યગુજ્ઞાન પૂર્વકની પ્રવૃત્તિ કરવી. કર્મબંધનું કારણ બને એવા મનવચન-કાયાના યોગો હેય છે અને જેનાથી સંવર-નિર્જરા સધાય તેવા મન,વચન, કાયાના યોગો ઉપાદેય છે. આમ હેય યોગોનો ત્યાગ અને ઉપાદેય યોગોનો સ્વીકાર તે ગુપ્તિ કહેવાય છે. અહીં નિગ્રહ શબ્દથી પ્રવૃત્તિ-નિવૃત્તિ બંને સમજવી. યોગો ત્રણ હોવાથી ગુપ્તિના ભેદ પણ ત્રણ છે.
મનોગુપ્તિ - ચિંતન, મનન એ મનનો વિષય છે. તે શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપ જે ચિંતન મનન છે તે અશુભ છે. તેથી તેવા વિચારોથી નિવૃત્તિ કરવી. ધર્મધ્યાન તથા શુક્લધ્યાન રૂપ જે ચિંતન મનન છે તે શુભ છે તેથી તેમાં પ્રવૃત્તિ કરવી તે મનોગુપ્તિ છે. ટૂંકમાં અશુભ વિચારોથી અટકવું અને શુભ વિચારોમાં પ્રવર્તવું તે મનોગુપ્તિ કહેવાય છે.
વચનગુપ્તિ - અસભ્ય અને અયોગ્ય ભાષણથી નિવૃત્તિ કરવી અથવા મૌન ધારણ કરી સર્વથા વચન વ્યવસાયથી નિવૃત્તિ કરવી તે વચનગુપ્તિ. હિતકારી અને પ્રિય તથા સત્ય વચનો દ્વારા સ્વાધ્યાય કરવો, ઉપદેશ આપવો અર્થાત્ ભાષા વર્ગણાના પુદ્ગલોને કુશળ અનુષ્ઠાનોમાં પ્રવર્તાવવાં તે વચન ગુપ્તિ છે.
કાયગુપ્તિ - કાયોત્સર્ગ દ્વારા કાયાના વ્યાપારની નિવૃત્તિ અથવા ધાર્મિક અનુષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબની પ્રવૃત્તિ એ કાય ગુપ્તિ છે. કાયયોગ સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર સર્વજીવોને હોય છે. તેનો સંબંધ અનાદિકાળથી છે અને આ જીવ મોક્ષમાં જાય ત્યાં સુધી તે કાયયોગ રહેવાનો છે. માટે કાયયોગને સૌથી પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. વચનયોગ બેઈન્દ્રિયાદિ જીવોને હોય છે, મનોયોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ હોય છે અને કાયયોગ સર્વ સંસારી જીવોને હોય છે.
સૂત્ર (૯-૫) પ્રયોજન - “સમિતિનું વર્ણન કરે છે. ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गाः समितयः
९-५ ઈર્યાભાર્થષણાદાનનિક્ષેપોત્સર્ગી સમિતયઃ ૯-૫ ઈર્યા-ભાષા-એષણા-આદાનનિક્ષેપ-ઉત્સર્ગી સમિતયઃ ૯-૫