SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪ સમાધાન :- તમારી વાત સાચી છે. તપ દ્વારા પણ સંવર-નિર્જરા બંને થાય છે. અને સમિતિ ગુપ્તિ વગેરે ૫૭ ભેદો દ્વારા પણ સંવર-નિર્જરા બંને થાય છે પરંતુ તપ દ્વારા નિર્જરા અધિક થાય છે અને સમિતિ ગુપ્તિ આદિ ૫૭ ભેદો દ્વારા સંવર અધિક થાય છે. તપમાં નિર્જરાની વિશેષ પ્રધાનતા છે અને ગુપ્તિ આદિમાં સંવરની વિશેષ પ્રધાનતા છે. એટલે તપથી મુખ્યત્વે નિર્જરા અને ગુપ્તિ આદિથી મુખ્યત્વે સંવર થાય છે એમ જણાવવા માટે બંને સૂત્રોની ભિન્ન ભિન્ન રચના કરી છે. તપથી નિર્જરાની સાથે સંવર પણ થાય છે તે સમજાવવા 7 શબ્દ કહીને સંવરનું પણ વિધાન કરેલ છે. (૯-૪) પ્રયોજન :- સંવરનો પ્રથમભેદ જે ગુપ્તિ છે તે ગુપ્તિની વ્યાખ્યા આપે છે. सम्यग्योगनिग्रहो गुप्तिः ૧-૪ ૯-૪ ૯-૪ સભ્યયોગનિગ્રહો ગુપ્તિઃ સમ્યગ્ યોગનિગ્રહઃ ગુપ્તિઃ શબ્દાર્થ ઃ- સમ્યગ્ = પ્રશસ્ત, યોગ = મન-વચન-કાયાની પ્રવૃત્તિ, નિગ્રહ = અંકુશ, ગુપ્તિ = સમ્યક્ નિગ્રહ સૂત્રાર્થ :- (મન-વચન અને કાયાના) યોગનો સમ્યગ્ પ્રકારે નિગ્રહ કરવો તે ગુપ્તિ કહેવાય છે. ભાવાર્થ :- નિગ્રહનો અર્થ થાય છે કાબુ રાખવો, અંકુશ રાખવો. મન,વચન અને કાયાના ભેદથી યોગ ત્રણ પ્રકારે છે તે ત્રણે યોગો ઉપર અંકુશ રાખવો તેને ગુપ્તિ કહેવાય છે. પરંતુ માત્ર યોગનિગ્રહને ગુપ્તિ ન કહેતા સૂત્રકારે આગળ સમ્યગ્ શબ્દ મૂક્યો છે. કારણ કે મન, વચન કાયાની પ્રવૃત્તિ રોકીને ક્યારેક ચોર પણ પોતાની ધારણા પાર પાડે છે. પાણીમાં ઉભેલો બગલો પણ માછલાને પકડવા અત્યંત સ્થિર થવા રૂપ યોગનિગ્રહ કરે છે. આ બધી પ્રવૃત્તિ તે ગુપ્તિ નથી તેમ સમજાવવા માટે યોગનિગ્રહની પૂર્વે ‘સમ્યગ્’ શબ્દ મૂક્યો છે. શંકા :- સમ્યક્ પ્રકાર કોને કહેવાય ? સમાધાન :- સમ્યક્ એટલે પ્રશસ્ત, સમજીને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું તે. અર્થાત્ શ્રદ્ધાપૂર્વકની બુદ્ધિ વડે ઉન્માર્ગમાંથી રોકીને સન્માર્ગમાં યોગોને પ્રવર્તાવવા તે સમ્યક્
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy