SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ અધ્યાય : ૯, સૂત્ર-૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૯-૩) પ્રયોજન :- સંવર અને નિર્જરાનો ઉપાય બતાવે છે. तपसा निर्जरा च તપસા નિર્જરા ચ તપસા નિર્જરા ચ ૧-૨ ૯-૩ ૯-૩ શબ્દાર્થ :- તપસા = તપ વડે, નિર્જરા = કર્મોનું ખરી જવું. ચ = અને. સૂત્રાર્થ :- તપથી નિર્જરા અને સંવર બંને થાય છે. -- ભાવાર્થ ::- સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં ‘ચ’ મૂકેલ છે. જે સંવર તત્ત્વનું સૂચન કરે છે. એટલે કે તપથી નિર્જરા થાય છે અને સંવર પણ થાય છે. શંકાઃ- ગુપ્તિ સમિતિ દ્વારા જેમ સંવર થાય છે તેમ તપ દ્વારા પણ સંવર થાય છે. તો સૂત્ર ૯-૨ માં ગુપ્તિ-સમિતિ આદિ દ્વારા જેમ સંવર થાય છે. તેમ તપથી પણ સંવર થાય છે તે કેમ ન કહ્યું ? સમાધાનઃ- તપ દ્વારા એકલો સંવર થતો નથી પરંતુ સંવર અને નિર્જરા બંને થાય છે, એમ સમજાવવું છે માટે સૂત્ર ૯-૨ માં તપ ન મૂક્તા આ સૂત્ર જૂદુ બનાવીને બંનેનો ઉલ્લેખ કર્યો છે. તપના બે વિભાગ છે. બાહ્યતપ અને અત્યંતરતપ. બાહ્યતપમાં આહારનો ત્યાગ છે અને અત્યંતર તપમાં કષાયોનો ત્યાગ છે. આ બંને પ્રકારના તપમાં આશ્રવનો નિરોધ થવાથી જેમ સંવર થાય છે તેમ પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા પણ થાય છે. તેથી તપ દ્વારા સંવર અને નિર્જરા બંને થાય છે એમ જણાવવા પૂર્વ સૂત્રમાં તપનો ઉલ્લેખ કર્યો નથી, અને તેના માટે જુદુ સૂત્ર બનાવ્યું છે. શંકા :- જો તપથી સંવર અને નિર્જરા બે થાય છે અને તેથી ભિન્ન સૂત્રની રચના કરી છે, તો પછી સૂત્ર ૯-૨માં કહેલા ગુપ્તિ, સમિતિ વગેરે દ્વારા શું એકલો સંવર જ થાય છે ? શું નિર્જરા થતી જ નથી ? નિર્જરા થતી હોય એમ જણાય છે. કારણ કે મનવચન-કાયાની ગુપ્તિથી અશુભ વિચારણાને રોકવાથી જેમ આશ્રવનો નિરોધ થયો તેમ તેટલા અંશે કષાયોનો ત્યાગ થવાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા પણ થાય જ છે. તો પછી ૫૭ ભેદો દ્વારા એકલા સંવરનું વિધાન કેમ કર્યું ? સંવર-નિર્જરા બંને થાય છે એમ કેમ ન કહ્યું ?
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy