________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૨
૨૪૩ છે. ચૌદમે સર્વસંવર થાય છે. આ સંવર કઈ રીતે થઈ શકે ? તેના ઉપાયો સૂત્રકાર મહર્ષિ હવે પછીના સૂત્રમાં જણાવે છે.
સાર:- આપણા આત્મામાં કર્મનો આશ્રવ સમયે સમયે થતો રહે છે પરંતુ આશ્રવ ચાલુ હોય ત્યાં સુધી સંવર ન જ હોય એમ સમજવાનું નથી. અંશે અંશે આશ્રવનો નિરોધ થતાં જીવ ગુણસ્થાનકોથી નીસરણી ચઢી શકે છે. આવો આંશિક સંવરભાવ આવે તો જ તેમાં વૃદ્ધિ થતાં કાળક્રમે સર્વસંવરભાવ આવી શકે છે. દેશસંવર એ સર્વસંવરનું કારણ છે. ચોથા ગુણઠાણાથી તેરમાં ગુણઠાણા સુધી દેશ સંવર વધતો જાય છે તેને સાધકદશા કહેવાય છે અને ચૌદમા ગુણઠાણે પ્રગટ થતાં સર્વસંવરભાવ ને સાધ્યદશા કહેવાય છે.
સૂત્ર (૯-૨) પ્રયોજન - સંવરના ઉપાયો દર્શાવે છે. स गुप्ति-समिति-धर्मानुप्रेक्षा-परीषहजय-चारित्रैः સ ગુપ્તિ-સમિતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષહજય-ચારિત્ર : સ ગુપ્તિ-સમિતિ-ધર્મ-અનુપ્રેક્ષા-પરીષહજય-ચારિત્રેઃ ૯-૨
શબ્દાર્થ:- સ = તે (સંવર), ગુપ્તિ = સમ્યફ નિગ્રહ, સમિતિ = સમ્યકપ્રવૃત્તિ, ધર્મ = દશ પ્રકારે ધર્મ, અનુપ્રેક્ષા = ચિંતન, અર્થાત્ ભાવના પરિષહજય = સુધા-વેદના વગેરે પરીષહો ઉપર વિજય મેળવો, ચારિત્ર = સાવદ્યયોગની વિરતિ, સમ્ય આચરણ.
સૂત્રાર્થ :- (સંવર) ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્ર વડે થાય છે.
ભાવાર્થ:- ગુપ્તિ, સમિતિ, યતિધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રના સેવન દ્વારા જીવ, આવતા કર્મોનો સંવર કરે છે. આમ આ સૂત્રમાં સંવરના મુખ્ય છ ઉપાયો જણાવ્યા છે. સંવરના તે છ ઉપાયોના પેટા ભેદો અનુક્રમે ૩-૫-૧૦-૧ર-રર અને ૨ મળીને કુલ સત્તાવન (૫૭) ભેદ સંવરના થાય છે. ચોથા સૂત્રથી દરેક ભેદનું વિવેચન શરૂ થશે.