________________
૨૪૨
અધ્યાય : ૯, સૂત્ર-૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ચાર કષાય :- ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો તે આશ્રવ અને તે ચાર કષાયોનો નિરોધ તે સંવર કહેવાય છે.
- પાંચ ઈન્દ્રિયો - સ્પર્શન, રસના, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિયો દ્વારા થતો વિષયોનો ઉપભોગ તે આશ્રવ અને તે આશ્રવનો નિરોધ અર્થાત રાગ-દ્વેષ રૂપ પ્રવૃત્તિઓ અટકાવવી તે સંવર.
પચ્ચીશ ક્રિયા:-સમ્ય, મિથ્યાત્વ વગેરે છટ્ટા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં જણાવેલી ક્રિયા દ્વારા થતા આશ્રવને અટકાવવો તે પણ સંવર છે.
ત્રણ યોગ :- મન-વચન-કાયાની પ્રવૃત્તિને યોગ કહેવાય છે. તેવા પ્રકારના યોગનું સેવન તે આશ્રવ અને તે યોગનો નિરોધ કરવો તે સંવર કહેવાય છે.
૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી કષાય હોવાથી કષાયવાળો આશ્રવ સાંપરાયિક આશ્રવ કહેવાય છે. જેના ૩૯ ભેદ (પાંચ અવ્રત, ચાર કષાય, પાંચ ઈન્દ્રિયો અને પચ્ચીશ ક્રિયા) છે.
૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે મન-વચન-કાયાના યોગને કષાય રહિત અથવા ઈર્યાપથિક આશ્રવ કહેવાય છે. આમ આશ્રવના ૩૯ + ૩ = ૪૨ ભેદ છે.
આમ પ-અવ્રત, ૪-કષાય, પ-ઈન્દ્રિય, રપ ક્રિયા અને ૩યોગ આમ ૪૨ પ્રકારના આશ્રવથી કર્મો આવે છે. તે ૪૨ પ્રકારના આશ્રવથી આવતા કર્મોને અટકાવવા તે સંવર છે. સંવર તત્ત્વના બે ભેદ છે.
સર્વ સંવર :- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ બંધ હેતુઓનો સર્વથા અભાવ જ્યારે થાય ત્યારે જ પૂર્ણ સંવરભાવ પ્રગટ થાય છે. જેને સર્વ સંવર કહેવા એ છે. આવો સર્વ સંવરભાવ અયોગિ કેવળી નામના ચૌદમા ગુણ સ્થાનકે હોય છે.
દેશ સંવર:- થોડા આશ્રવોનો અભાવ એ દેશ સંવર કહેવાય છે. દેશ સંવરભાવ અંશે અંશે પૂર્વના ગુણસ્થાનકોમાં હોય છે. આંશિક સંવરભાવ આવે તો જ તેમાં વૃદ્ધિ થતાં કાળક્રમે સર્વ સંવરભાવ આવે છે. આમ ૧થી ૧૩ ગુણઠાણામાં સંવર વધતો જાય