SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય આઠનો સાર ૨૩૩ આ પ્રમાણે આત્મા અનાદિથી કષાયજનિત પરિણામોથી અશુદ્ધતા પામ્યો છે. છતાં તે સ્વભાવવગત નથી, ફક્ત સમયે સમયે વિકારજનિત ઉદયના પરિણામવાળો છે. છતાં જેમ જળ અગ્નિના સંયોગે ઉષ્ણતા પામે છે અને અગ્નિ દૂર કરતા જળ સ્વભાવિક શીતળતાને પામે છે. તેમ આત્મપરિણામનો વિકાસ થતાં કર્મનો સંબંધ ટળે છે. સર્વથા કર્મનો સંબંધ નષ્ટ થતાં આત્મા સ્વભાવિક શુદ્ધપણે પ્રગટ થાય છે. વાસ્તવમાં આત્માને કર્મોએ બાંધ્યો નથી, પણ પોતાના જ દોષે પોતાના વિકારીપણાથી આત્મા કર્મો દ્વારા બંધાયો છે. આત્મા જો પોતાના યથાર્થ જ્ઞાનદર્શન ત્યજી ન દે તો, જ્ઞાનાવરણાદિ કર્મો બંધાતા નથી. જ્યારે આત્મા પોતે પોતાના જ્ઞાનાદિ ભાવનો ઘાત કરે છે ત્યારે જે કર્મનો ઉદય કારણભૂત બને છે. તે જ્ઞાનાવરણાદિ કર્મ છે. પોતાના સ્વરૂપને ભૂલીને અન્યને પોતાના માનીને મુંઝાયત્યારે જે કર્મનો ઉદયથાયતે મોહનીયકર્મછે. આ પ્રમાણે દરેક કર્મ માટેસમજવું. ક્રોધ, માન, માયા અને લોભ સ્થૂલ શબ્દ સંકેત છે, એટલા માત્રથી જીવ દુર્ગતિ પામે છે, તેવું નથી. વાસ્તવમાં મિથ્યાત્વના વિકારથી જે પરિણામ થાય તે અનંતાનુબંધી છે. વિકારી પરિણામનું સ્વરૂપ આ પ્રમાણે છે. આત્માના સ્વરૂપ પ્રત્યે અનાદર થયો તે અનંતાનુબંધી ક્રોધ છે. પરપદાર્થના પરિણમન પોતે કરી શકે તેવો હુંકાર - અભિમાન તે અનંતાનુબંધી માન છે. વિકારજનિત ભાવ વડે આત્માને ટાળવો, ઠગવો તે અનંતાનુબંધી માયા છે. શુભયોગમાં મળતા પુણ્ય પ્રલોભનોમાં અટકી જવું તે અનંતાનુબંધી લોભ છે. જીવ આ પ્રમાણે સૂક્ષ્મ વિચારોથી ઊંડો ઉતરે તો તેને તત્ત્વનું વાસ્તવિક ભાન થાય, ક્રોધ સામે ક્ષમા રાખવી તે મનોયોગ છે. એ પ્રમાણે યોગ આશ્રવ છે. પરંતુ આત્માના આદરરૂપ સમતામાં રહેવું તે સ્વ-પરિણતિ છે. તેનાથી મોક્ષ છે. બંધ તત્ત્વને વિસ્તારથી જણાવવાનો હેતુ માત્ર બંધનું ભયાનક સ્વરૂપ જાણી તેનાથી છૂટવું, છૂટવાનો જીવમાં ભણકાર થાય, પછી કેવી રીતે છૂટવું તેનો ઉપયોગ શોધે. ગ્રંથકારશ્રી હવે તે ઉપાયને નવમા અધ્યાયમાં જણાવશે. આઠમો અધ્યાય સંપૂર્ણ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy