SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા અધ્યાયનો સંક્ષિપ્ત સાર 'S આઠમો અધ્યાય સાતમા અધ્યાયમાં વર્ણવેલા આશ્રવ તત્ત્વનો વિસ્તાર છે. મિથ્યાત્વનું નિમિત્ત પામીને કાર્મણવર્ગણાને, આત્માની સરહદમાં પ્રવેશ કરવાના છીદ્રો મળે છે. એકવાર કાર્મણવર્ગણાનો પ્રવેશ થયો કે તે વર્ગણાઓ સક્રિય થઇને આત્મપ્રદેશો સાથે ચોંટી જાય છે, પરિણામે આત્મા સંસારની કેદ (જલ)માં ભરાઈ જાય છે. કર્મબંધનો ભરડો જબરજસ્ત થયા પછી અત્યંત સામર્થ્યવાન એવો આત્મા તદન વિવશ બને છે. આઠમા અધ્યાયમાં બંધના વિવિધ કારણો દર્શાવીને આત્માને કેવા વિવિધ પ્રકારથી જકડાઇ જવું પડે છે, તે સમજાવાય છે. કર્મ જડ હોવા છતાં આત્મપ્રદેશો ઉપર અધિકાર જમાવીને પોતે જ ચેતન છે તેવો ભ્રમ પેદા કરે છે. જેમ કે, શરીર એ જ “હું” અને તેના સુખે સુખી, તેના દુઃખે દુઃખી, એવી પરવશતામાં આત્માને એ પણ ભાન રહેતું નથી કે પોતે ચેતન છે અને શરીર તેના લક્ષણ અને પ્રકૃતિથી જડ છે. ચેતનના સંયોગથી માત્ર તે સજીવ કહેવાય છે, તેનું વિસ્મરણ થાય છે. શરીરમાં આત્મબુદ્ધિ કરીને ચારે ગતિમાં તે ક્યાંય સુખ પામતો નથી. તેમાંય મોહનીયકર્મનો નચાવ્યો નટની જેમ નાચ્યા કરે છે. ચારે ગતિમાં ભમ્યા કરે છે. ચૌદ રાજલોકમાં ફૂટબોલની જેમ આમથી તેમ અથડાયા કરે છે. તેમાં વળી માનવજન્મ મળે ત્યારે ઇન્દ્રિયવશ, કષાયને આધીન, પ્રમાદને પરાધીન રહી, નહીં કરવાના પાપમય કાર્યો આચરે છે અને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. આઠમા અધ્યાયમાં જણાવેલી કર્મની પ્રકૃતિ, તેનો પરિપાક આત્માને મુંઝવી દે છે. જ્યારે કર્મભૂમિ ક્ષેત્રોમાં ધર્મ આરાધનાનો યોગ મળે ત્યારે વીર્ય ફોરવી શકતો નથી અને પાછો પડે છે. શુભયોગ દ્વારા મળેલા સુખોમાં અટકી જાય છે અને તે સુખના બદલામાં દુઃખ ભોગવે છે. ગ્રંથકારે આ અધ્યાયમાં પ્રથમ સૂત્રમાં જીવને ચેતવી દીધો છે. પ્રથમ સૂત્રનો પ્રથમ શબ્દ ‘મિથ્યાદર્શન જ સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે. પ્રથમ અધ્યાયના પ્રથમ
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy