________________
૨૨૮
અધ્યાય : ૮, સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્રાર્થ સાતવેદનીય, સમ્યકત્વમોહનીય, હાસ્યમોહનીય, રતિમોહનીય, પુરુષવેદ, શુભઆયુષ્ય, શુભ એવી નામકર્મની પ્રકૃતિઓ, અને શુભ એવી ગોત્ર કર્મની પ્રકૃતિઓ આ બધી પુણ્યપ્રકૃતિઓ કહેવાય છે. બાકીની બધી પાપ પ્રકૃતિઓ છે).
ભાવાર્થ: નવતત્ત્વ, કર્મગ્રંથ આદિ ગ્રંથોમાં પુણ્ય પ્રકૃતિઓ ૪૨ કહેવામાં આવે
આ સૂત્રમાં (૧) સમ્યક્ત્વ મોહનીય (૨) હાસ્ય મોહનીય (૩) રતિ મોહનીય અને (૪) પુરુષ વેદ આ ચાર પ્રકૃતિઓ મોહનીય કર્મની છે. તેને પુણ્યમાં ગણીને ૪૨ + ૪ = ૪૬ પુણ્ય પ્રવૃતિઓ કહી છે.
સર્વેદ્ય શબ્દથી સાતવેદનીય (૧), શુભ આયુષ્ય શબ્દથી દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય (૩), શુભનામ નામ કર્મની (૩૭) પ્રકૃતિઓ, શુભગોત્ર શબ્દથી ઉચ્ચગોત્ર (૧). આમ ચાર અઘાતી કર્મોની અનુક્રમે
૧ + ૩ + ૩૭ + ૧ = ૪૨ પુણ્યપ્રકૃતિઓ શાસ્ત્રોમાં કહી છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મી ઘાતી કર્મો છે. આત્માના ગુણોનો ઘાત કરનારા છે, જેથી તેને પાપ પ્રકૃતિરૂપે ગણવામાં આવે છે. આત્માના ગુણોના વિકાસમાં જે જે બાધક કર્યો છે તે સર્વે પાપકર્મ કહેવાય એવી નિશ્ચય નયની પ્રધાનતાવાળી દૃષ્ટિથી કમ્મપડિકાર તથા કર્મગ્રંથકાર આદિ શાસ્ત્રકારોએ પાપપ્રકૃતિની વ્યાખ્યા કરી છે તેથી ચારે ઘાતકર્મો પાપમાં ગણાવેલાં છે.
તત્ત્વાર્થ સૂત્રકારની દૃષ્ટિ વ્યવહારનયની પ્રધાનતાવાળી છે. જે કર્મ જીવને આનંદપ્રમોદ અર્થાત્ પ્રીતિ કરાવે-પ્રસન્નતા આપે તે પુણ્ય કહેવાય અને જે કર્મ દુઃખ, ખેદ, ઉદ્વેગ અને શોક કરાવે તે કર્મ પાપ કહેવાય. આવી વ્યવહારપ્રધાન વ્યાખ્યા કરવાથી સમ્યકત્વ મોહનીય વગેરે મોહનીયકર્મની ચાર પ્રકૃતિઓ આત્મગુણને દુષિત કરવા દ્વારા ઘાતક હોવા છતાં આનંદપ્રમોદ કરાવનારી છે, માટે પુણ્યમાં ગણવામાં આવી છે.
સમ્યક્ત્વ મોહનીય કર્મ આત્મામાં પ્રગટ થતા સમ્યકત્વને અટકાવી શકતું નથી તથા મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય કરતાં મંદતમ રસવાળુ કર્મ હોવાથી અહીં પુણ્યમાં