________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૨૬
૨ ૨૭ સાર: આ પ્રમાણે જૈનદર્શનમાં વીતરાગ તીર્થકર ભગવંતોએ સર્વજ્ઞતાથી જોઈને - જાણીને આ કર્મવાદ જણાવ્યો છે. તેને જ અન્યદર્શનકારો કોઈ પ્રકૃતિ કહે છે, કોઈ અવિદ્યા કહે છે અને કોઈ ધર્મ-અધર્મરૂપ અદૃષ્ટ કહે છે. પરંતુ આત્માના શુદ્ધ કંચનમય સ્વરૂપને મલીન કરનારું એવું પરદ્રવ્ય આ આત્મામાં ભળેલું છે. તેનાથી જ આત્માના ગુણો અવરાયેલા છે અને મલીન થયેલા છે. તેના નાશ માટે જ આ સર્વ ધર્મ પુરુષાર્થ છે અને જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણની આરાધના છે, તથા સંવર અને નિર્જરા તત્ત્વ છે.
આત્મા જ કર્મોનો કર્તા છે. આત્મામાં જ આવેલા કાષાયિક પરિણામ જ કર્મબંધનું કારણ છે અને તેનાથી બંધાયેલા કર્મના પ્રદેશો આત્માના એક એક પ્રદેશની સાથે ક્ષીર નીર અને લોહાગ્નિની જેમ વ્યાપ્ત થાય છે, પરંતુ શરીરના પ્રદેશોની સાથે કર્મપ્રદેશો વ્યાપ્ત થતા નથી. જો તેમ થતું હોત તો શરીર બળતાંની સાથે સર્વ કર્મપ્રદેશો પણ બળી જાય જેથી મૃત્યુ પામતાં જ તે જીવનો મોક્ષ થઈ જાય. માટે આવી કોઈ ભ્રમણા મનમાં રાખવી નહિ.
સૂત્ર (૮-૨૬) પ્રયોજનઃ સૂત્રકાર મહર્ષિ પુણ્ય પ્રકૃતિઓનો નિર્દેશ કરે છે. सद्वेद्य-सम्यक्त्व-हास्य-रति-पुरुषवेद-शुभायुर्नामगोत्राणि पुण्यम्
૮-ર૬ સદ્ધઘ-સમ્યકત્વ-હાસ્ય-રતિ-પુરુષવેદ-શુભાયુનંમગોત્રાણિ પુણ્યમ્
૮-૨૬ સર્વેદ્ય-સમ્યકત્વ-હાસ્ય-રતિ-પુરુષવેદ-શુભાયુ નામગોત્રાણિ પુણ્યમ્
૮-૨૬ શબ્દાર્થ : સદ્ય = સાતા વેદનીય, સમ્યક્ત = સમ્યક્વમોહનીય, હાસ્ય = હાસ્ય મોહનીય, પુરુષવેદ = પુરુષવેદ મોહનીય, શુભનામ = નામકર્મની શુભ પ્રકૃતિઓ, શુભગોત્ર = ઉચ્ચગોત્ર, રતિ = રતિમોહનીય, શુભાયુ = શુભ આયુષ્ય, પુણ્યમ્ = પુન્ય પ્રકૃતિઓ.