SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૬ અધ્યાય : ૮, સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ઉત્તર-૭ “સર્વાત્મપ્રવેશેષ' એટલે પ્રતિસમયે ગ્રહણ કરાતા આ કર્મપુદ્ગલોને કર્મસ્વરૂપે પરિણાવી આ આત્મા પોતાના સર્વ પ્રદેશોમાં સંબદ્ધ કરે છે, પોતાના સર્વ પ્રદેશોમાં આ કર્મરૂપે બંધાય છે. કોઈ એક ભાગમાં જ બંધાય અને અન્ય ભાગ કર્મબંધથી રહિત રહે તેમ બનતું નથી. તેથી આ બંધ આત્માના પ્રદેશ પ્રદેશ થાય છે. અર્થાત્ સર્વ એવા આત્મપ્રદેશોમાં રહેલા આ પુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે. આ વિષયને સમજવા માટે શૃંખલાનું દૃષ્ટાંત છે. જેમ શૃંખલા - સાંકળની દરેક કડી પરસ્પર જોડાયેલી હોવાથી એક કડીનું ચલન થતાં સર્વ કડીઓનું ચલન થાય છે તેમ જીવના સર્વ પ્રદેશો પરસ્પર જોડાયેલા હોવાથી જ્યારે કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવા કોઈ એક પ્રદેશ વ્યાપાર કરે છે ત્યારે અન્ય પ્રદેશો પણ વ્યાપાર કરે છે. તેથી સર્વ આત્મપ્રદેશોમાં યોગ હોવાથી સર્વ આત્મપ્રદેશોમાં રહેલા પ્રદેશોને આ જીવ ગ્રહણ કરે છે. હા ! એવું બની શકે કે કેટલાક પ્રદેશોનો વ્યાપાર ન્યૂન હોય અને કેટલાક પ્રદેશોનો વ્યાપાર ન્યૂનતર હોય એમ વ્યાપારમાં તરતમતા અવશ્ય હોય છે. દા.ત. જ્યારે આપણે ઘડો હાથમાં ઉપાડીએ ત્યારે હાથના સમગ્ર ભાગોમાં વ્યાપાર હોવા છતાં હથેલીના ભાગમાં વ્યાપાર વિશેષ હોય છે. કાંડાના ભાગમાં તેનાથી ન્યૂન વ્યાપાર હોય છે. તે જ પ્રમાણે કર્મપુદ્ગલોને ગ્રહણ કરવાનો વ્યાપાર સર્વ આત્મપ્રદેશોમાં હોય છે પણ તેમાં તરતમતા અવશ્ય હોય છે. પરંતુ દરેક આત્મપ્રદેશમાં કર્યગ્રહણનો વ્યાપાર અવશ્ય હોય જ છે. પ્રશ્ન-૮ જે કર્મ સ્કન્ધો આત્મામાં બંધ પામે છે તે કર્મ સ્કન્ધો સંખ્યાત, અસંખ્યાત, અનંત કે અનંતાનંતમાંથી કેટલા પ્રદેશવાળા હોય છે ? અથવા એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કંધોનો બંધ થાય છે ? ઉત્તર-૮ “અનન્તાનન્તપ્રશા:' પ્રત્યેક સમયે નિયમા તે અંધો અનંતાનંત પ્રદેશોવાળા જ ગ્રહણ થાય છે. તેથી ઓછા પ્રદેશોવાળા ગ્રહણ થતા નથી કારણ કે કોઈ કર્મસ્કન્ધ સંખ્યાત, કોઇ અસંખ્યાત કે કોઈ અનંત પ્રદેશોના બનેલા હોતા નથી. પરંતુ અનંતાનંતપ્રદેશોવાળા જ બનેલા હોય છે. દરેક વખતે અનંત-અનંતની સંખ્યા વધતી જ જાય છે. તેથી નિયમા અનંતાનંત પ્રદેશોના બનેલા સ્કંધો જ આ જીવ ગ્રહણ કરે છે તેથી હીન પ્રદેશો હોતા નથી એટલું જ નહિ પણ પ્રતિસમયે આ જીવ અનંતસ્કંધો ગ્રહણ કરે છે અને એક એક સ્કંધમાં અનંતાનંત કર્માણુઓ હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy