________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૨૫
૨૨૫ પ્રશ્ન-૫ જીવ જે આકાશપ્રદેશોમાં વર્તે છે તે જ આકાશપ્રદેશવાળા ક્ષેત્રમાં રહેલા કર્મ સ્કન્ધો જીવ સાથે બંધાય છે કે તેથી જુદા ક્ષેત્રમાં રહેલા પણ બંધાય છે? અથવા જીવ કયા સ્થળે રહેલા કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે ?
ઉત્તર-૫ જીવ જે આકાશપ્રદેશોમાં વર્તે છે તે જ આકાશ પ્રદેશવાળા ક્ષેત્રમાં જ રહેલા કર્મ સ્કન્ધો જીવ સાથે બંધાય છે તેની બહારના ક્ષેત્રમાં રહેલા કર્મ સ્કન્ધો જીવ પ્રદેશ સાથે બંધ પામતા નથી, કાર્મણા વર્ગણાના પુગલો પણ બીજા સર્વે મુગલોની જેમ સર્વત્ર રહેલા છે. પરંતુ જીવ સર્વત્ર રહેલા આ કાર્મણવર્ગણાના પુગલોને ગ્રહણ કરતો નથી પરંતુ જેટલા સ્થાનમાં પોતાના આત્મપ્રદેશો અવસ્થિત હોય છે તેટલા જ સ્થાનમાં રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે.
જેમ અગ્નિ પોતે જેટલા સ્થાનમાં રહેલો છે તેટલા સ્થાનમાં જ રહેલ બાળવા યોગ્ય વસ્તુને તે બાળે છે પણ પોતાના સ્થાનથી દૂર રહેલી વસ્તુને બાળતો નથી. તેમ જીવ પોતાના ક્ષેત્રમાં જ રહેલા કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે પોતાના ક્ષેત્રથી દૂર રહેલા કર્મ પુદ્ગલો ગ્રહણ કરતો નથી.
આ ઉત્તર સૂત્રમાં રહેલા “વિક્ષેત્રાવIઢ' શબ્દથી મળે છે.
જેમ ઘી, તેલ આદિ સ્નિગ્ધ ગુણવાળા દ્રવ્યોની નજીક રહેલો કચરો તેની સાથે ચોંટી જાય છે પણ દૂર રહેલો કચરો સ્નિગ્ધ પદાર્થને ચોંટી શકતો નથી. તેમ અહીં પણ જીવના રાગાદિભાવને લીધે પોતાના ક્ષેત્રમાં રહેલી કાર્મણ વર્ગણા આત્મપ્રદેશ સાથે ચોંટી જાય છે પણ પોતાના ક્ષેત્રથી દૂર કે બીજા ક્ષેત્રમાં રહેલી કાર્મણ વર્ગણા આત્મપ્રદેશો સાથે ચોંટી શકતી નથી.
પ્રશ્ન-૬ આત્મા જે આકાશ પ્રદેશોમાં અવગાહીને રહેલો છે ત્યાં જ રહેલા કર્મપ્રદેશોને જીવ ગ્રહણ કરે છે. પરંતુ ત્યાં સ્થિર રહેલા યુગલોને ગ્રહણ કરે છે કે ત્યાં રહીને ગતિમાન થતાં પુદ્ગલોને જીવ ગ્રહણ કરે છે?
ઉત્તર-૬ “સ્થિતા એટલે કે ત્યાં સ્થિરપણે રહેલા પુદ્ગલોને જ આ જીવ ગ્રહણ કરે છે. જે સમયે જીવ કર્મ પ્રદેશોને ગ્રહણ કરે છે તે સમયે ત્યાં જે વિદ્યમાન છે, ત્યાં જે રહેલા છે તેને જ ગ્રહણ કરે છે પરંતુ ગતિમાન થયેલા પુદ્ગલોને ગ્રહણ કરતો નથી.
પ્રશ્ન-૭ આ જીવ ગ્રહણ કરાયેલા તે કર્માણુઓને પોતાના અમુક જ આત્મપ્રદેશોની સાથે સંબદ્ધ કરે છે કે સર્વ આત્મપ્રદેશોમાં સંબદ્ધ કરે છે. અર્થાતુ બંધાયેલું આ કર્મ આત્મપ્રદેશોમાં ક્યાં સંબદ્ધ પામે છે ?