________________
અધ્યાય : ૮, સૂત્ર-૨૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
પ્રથમ નિર્જરા તો પ્રત્યેક જીવને ઇચ્છા હોય કે ન હોય થવાની જ છે તેમાં શંકા નથી પણ તે નિર્જરા મોક્ષના હેતુભૂત કહી નથી. જો મોક્ષની જ ઇચ્છા હોય તો પ્રત્યેક કર્મને ખતમ કરવા માટે જીવે પુરુષાર્થ કરવો જ પડે છે. તે માટે સમ્યક્તપ ઉત્તમ સાધન છે. આ સાધનના ઉપયોગ દ્વારા આત્મપ્રદેશ સાથે ક્ષીર-નીરની માફક બની ગયેલા પ્રત્યેક કર્મને અર્થાત્ કાર્યણ વર્ગણાને ખેંચી ખેંચીને સાફ કરવી, એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આ રીતે કર્મની સતત નિર્જરા કરી કર્મવૃક્ષના બીજને બાળી નાંખવું (ઉખાડીને ફેંકી દેવું) જેથી ફરી કર્મવૃક્ષ ઉગે જ નહિ. આ રીતે સકામનિર્જરા કે અવિપાકજન્ય નિર્જરા કરવાનું લક્ષ્ય હોવું જરૂરી છે.
૨૨૨
સૂત્ર (૮-૨૫) પ્રયોજન : પ્રકૃતિ-સ્થિતિ અને રસબંધ જણાવ્યા પછી હવે પ્રદેશબંધ સમજાવે છે.
नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ८- २५
નામપ્રત્યયાઃ સર્વતો યોગવિશેષાત્ સૂક્ષ્મકક્ષેત્રાવગાઢસ્થિતાઃ સર્વાત્મપ્રદેશેષ્વનન્તાનન્તપ્રદેશાઃ ૮-૨૫
નામ પ્રત્યયાઃ સર્વતઃ યોગવિશેષાત્ સૂક્ષ્મ-એકક્ષેત્ર અવગાઢ સ્થિતાઃ સર્વ આત્મપ્રદેશેષ અનન્ત અનન્તપ્રદેશાઃ ૮-૨૫
શબ્દાર્થ : નામ = કર્મપ્રકૃતિ, સર્વતઃ બધી દિશાએથી, સૂક્ષ્મ = બાદર નહીં તે, સર્વાત્મપ્રદેશેષ = બધા આત્મપ્રદેશોમાં, અનતાનન્ત પ્રદેશાઃ = અનંતાનંત પ્રદેશવાળા કર્મ પુદ્ગલો, પ્રત્યયાઃ = કારણભૂત, યોગવિશેષાત્ એકક્ષેત્રાવગાઢ એક ક્ષેત્રમાં જ અવગાહીને રહેલાં.
મન-વચન-કાયયોગથી,
=
=
સૂત્રાર્થ : આત્માની સાથે એક ક્ષેત્રમાં અવગાહીને રહેલા, આત્માના સર્વ પ્રદેશોમાં રહેલા અને અનંતાનંત પ્રદેશોવાળા સૂક્ષ્મ એવાં કાર્મણવર્ગણાના પુદ્ગલોને આ જીવ પોતાના સર્વ આત્મપ્રદેશોથી મન-વચન-કાયાના યોગને અનુસારે તે તે કર્મોના નામ પ્રમાણે ગ્રહણ કરે છે.