SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૦ અધ્યાય : ૮, સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૮) અંતરાય કર્મઃ અર્થઃ દાનાદિ પાંચે લબ્ધિમાં અંતરાય (વિપ્ન) ઉત્પન્ન કરતું હોવાથી તે કર્મને અંતરાય કર્મ કહેવાય છે. વિપાકઃ અનંતવીર્ય નામના ગુણનું આવરણ કરે છે. ઉપમા અંતરાય કર્મ ભંડારી સમાન છે. જેમ દાન કરવાની ઇચ્છાવાળા રાજાને દાન કરવામાં લોભી ભંડારી વિન્ન કરે છે તેમ અંતરાય કર્મ દાનાદિમાં આત્માને વિપ્ન કરે છે. સાર : સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર દ્વારા કર્મના વિપાક અર્થાત્ ફળના સ્વરૂપને જણાવે છે. આઠે પ્રકારના કર્મો પોત પોતાના નામ અનુસાર ફળને આપનારાં કહ્યા છે, મહત્ત્વની વાત એ છે કે ““કોઈપણ કર્મનો વિપાક જીવને અવશ્ય ભોગવવો પડે છે.” આ વિપાક સુખ સ્વરૂપ હોઈ શકે છે અને દુઃખ સ્વરૂપ પણ હોઈ શકે છે. આપણે સમજવા જેવી હકીકત સુખ અને દુઃખ નથી પણ આ સુખ કે દુઃખ એ કર્મનો જ વિપાક છે તે વાત ચિરસ્મરણીય છે. જીવને સુખ ગમે છે, તેની દોડ પણ સુખ પાછળની છે પણ જે સુખને આપણે પસંદ કરી રહ્યા છીએ તે તો કર્મનો શુભ વિપાક જ છે. ખરેખરું સુખ શુભવિપાકમાં નહીં પણ કર્મ વિપાકના સર્વથા અભાવમાં જ રહેલું છે. જીવ જયારે સર્વથા કર્મથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે છે ત્યારે જ તેના ફળરૂપે સાચા સુખને પામી શકે છે. સૂત્ર (૮-૨૪) પ્રયોજન ફળ આપ્યા પછી કર્મોનું શું થાય છે તે જણાવે છે. ततश्च निर्जरा ८-२४ તતશ્ચ નિર્જરા ૮-૨૪ તતઃ ચ નિર્જરા ૮-૨૪ શબ્દાર્થ તતઃ = ત્યારપછી, નિર્જરા = કર્મોનું ખરી જવું. સૂત્રાર્થ: (કર્મોનું ફળ મળ્યા) પછી (કમની) નિર્જરા થાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy