________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૨૩
૨૧૭ બીજા શબ્દોમાં કહીએ તો ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન સ્વરૂપે કર્મો કરતા અને કર્મો ભોગવતા જોઈએ છીએ. એ બધું જીવે કર્મો બાંધ્યા પછી ઉપરના આઠ પ્રકારના કરણ વિશેષથી કરેલા ફેરફારો સહિત ઉદયાવલિકામાં આવેલો કર્મનો વિપાક જાણવો.
પરંતુ એક વખત કર્મ ઉદયાવલિકામાં આવી જાય પછી તે કર્મમાં જીવ કંઈ ફેરફાર કરી શકતો નથી. તેને તે સ્વરૂપે જીવે ભોગવવું જ પડે છે.
સાર : કર્મ પ્રકૃતિનો બંધ તો થવાનો જ છે, પણ તે થયા પછી તે - તે કર્મને અનુભાવ દ્વારા (વધારી-વધારીને) ગાઢ ન બને તે ધ્યાનમાં રાખવું. પશ્ચાત્તાપ દ્વારા તેનો શક્ય બને તેટલો રસ ક્ષીણ થાય તેવા પ્રયાસો કરવા.
સૂત્ર (૮-૨૩) પ્રયોજન : કયા કર્મમાં ક્યા પ્રકારનું ફળ આપવાની શક્તિ છે તે જણાવે છે.
स यथानाम ૮-૨૩ સ યથાનામ ૮-૨૩
સ યથાનામ ૮-૨૩ શબ્દાર્થઃ સ = તે (અનુભાવ), યથારામ = ગતિ, જાતિ આદિ પોત-પોતાના નામ પ્રમાણે.
સૂત્રાર્થઃ સર્વ કર્મોનો વિપાક (ફળ) પોતપોતાના નામ પ્રમાણે છે.
ભાવાર્થ : જે કર્મપ્રકૃતિનું જે નામ છે, તે પ્રકૃતિ તે નામના અર્થ પ્રમાણે જ કર્મફળરૂપે ભોગવાય છે. જેમ કે,
(૧) જ્ઞાનાવરણ કર્મઃ અર્થ જ્ઞાનાવરણ એટલે જ્ઞાનનું આવરણ. વિપાકઃ આ કર્મ જીવના જ્ઞાનગુણને આવૃત્ત (ઢાંકે) કરે છે.
ઉપમા : આ કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે પાટો બાંધવાથી જેમ કોઈ ચીજ દેખાતી નથી – જણાતી નથી તેમ આત્માના જ્ઞાનરૂપ નેત્રને જ્ઞાનાવરણ કર્મરૂપ પાટો આવી જવાથી આત્મા જાણી શકતો નથી. જેમ પાટો જાડો તેમ ઓછું દેખાય અને પાતળો તેમ વધુ દેખાય. તે જ રીતે જ્ઞાનાવરણ કર્મનું આવરણ જેમ જેમ વધુ રસવાળું