SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અધ્યાય : ૮, સૂત્ર-૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સંક્રમણ થાય છે. આ રીતે જ્ઞાનાવરણની પાંચે પાંચ ઉત્તર પ્રકૃતિનું અન્યોન્ય તેમજ દર્શનાવરણની નવ પ્રકૃતિઓનું અન્યોન્ય (અંદર-અંદર-પરસ્પર) સંક્રમણ થાય છે. કોઈપણ એક મૂળ પ્રકૃતિનું બીજા મૂળ કર્મમાં કે એક મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રકૃતિનું બીજા મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિમાં સંક્રમણ થતું નથી, અર્થાત્ જ્ઞાનાવરણનું દર્શનાવરણમાં કે દર્શનાવરણનું જ્ઞાનાવરણમાં સંક્રમણ કદાપિ થતું નથી. એ જ રીતે આયુષ્યકર્મની પ્રકૃતિનું ચારે પ્રકૃતિઓમાં નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવમાં પરસ્પર સંક્રમણ થતું નથી. (૩) ઉર્તનાકરણ : જીવ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જેના વડે (જે અધ્યવાસયો વડે)વધારો કરે છે તેનું નામ ઉર્તના કરણ (૪) અપવર્તનાકરણ : જીવ પૂર્વે બાંધેલા કર્મોની સ્થિતિ અને રસમાં જે અધ્યવસાયો વડે ઘટાડો કરે છે તેનું નામ અપવર્તનાકરણ (૫) ઉદીરણાકરણ : જીવ પૂર્વે બાંધેલા કર્મોનો ઉદયકાળ થયા પહેલાં બળાત્કાર કરીને ભોગવવા યોગ્ય બનાવે છે અને વહેલું ઉદયમાં લાવે છે તેને ઉદીરણાકરણ કહેવાય છે. (૬) ઉપશમનાકરણ : ઉદયમાં આવવાને વખતે ઉદયમાં ન આવે એવી રીતે અમૂક કાળ સુધી કર્મોને દબાવી રાખવાં તે ઉપશમ. તેમાં કારણભૂત જે અધ્યવસાય તે ઉપશમનાકરણ. આ રીતે ઉપશમ દ્વારા જીવ સત્તામાં રહેલા કર્મોને ઉદયમાં આવતા રોકીને તેમાંથી સ્થિતિ અને રસનો ઘટાડો કરી તેને પ્રદેશોદયથી ભોગવવા યોગ્ય પણ કરે છે. : (૭) નિત્તિકરણ ઃ કર્મબંધ કર્યા પછી તે કર્મને એવી પરિસ્થિતિવાળું કરે કે તેમાં ઉર્તના અને અપવર્તના વિના બીજાં કોઈ કરણો લાગુ ન પડે તે નિત્તિકરણ. (૮) નિકાચનાકરણ ઃ કર્મબંધ કર્યા પછી તે કર્મને એવી પરિસ્થિતિવાળું કરે કે તેમાં કોઈ પણ કરણ લાગુ ન જ પડે. ઉદયથી ભોગવવું જ પડે તે નિકાચનાકરણ. આ રીતે ઉપર જણાવેલા આઠે કરણોને લીધે કર્મોમાં જે ફેરફારો સત્તામાં થાય છે, તે થઈ ગયા બાદ ઉદયમાં આવીને વિપાકરૂપે ભોગવાય છે. અહીં કરણનો અર્થ - આત્માના અધ્યવસાયની એક વિશિષ્ટ પ્રકારની શક્તિ એવો થાય છે. કરણ એટલે બંધ-સંક્રમ વગેરે કાર્યો કરવામાં અસાધારણ કારણભૂત જે વીર્યવિશેષ તે કરણ કહેવાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy