SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૨૨ વિ એટલે વિવિધ, અનેક પ્રકારનું અને પાક એટલે ફળ અથવા પરિણામ. ૨૧૫ બંધાયેલા કર્મોનું ફળ અનેક પ્રકારનું હોય છે તેથી તેને વિપાક કહેવામાં આવે છે. જે જે કર્મ જે જે જીવે બાંધેલું હોય છે. તે તે કર્મ તે તે જીવને અવશ્ય ભોગવવું પડે છે. વિવિધ કર્મોને ભોગવવાના સ્વરૂપને તે તે કર્મોનો વિપાકોદય કહેવાય છે. શંકા : જીવે બાંધેલા કર્મોમાં પરિવર્તન કઈ રીતે થાય ? સમાધાન : જીવ કોઈપણ કર્મ બાંધે ત્યાર પછી એક આવલિકા કાળ ગયા પછી જીવ પોતાના શુભ-અશુભ અધ્યવસાયને અનુસારે નીચે પ્રમાણેના આઠ પ્રકારના ફેરફારો કરે છે. (આવલિકા એ એક પ્રકારનું કાળનું માપ છે : એક કરોડ, સડસઠ લાખ, સીત્યોતેર હજાર, બસો સોળ, ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા એક મુહૂર્તમાં થાય છે.) (૧) બંધનકરણ ઃ કર્મનો બંધ થાય ત્યારે તેના ચાર પ્રકારના બંધ (સ્પૃષ્ઠ, બદ્ધ, નિધત્ત, અને નિકાચિત) સંબંધમાં જે પ્રથમ સ્પષ્ટ એવા બંધમાં કારણભૂત જે અધ્યવસાય તે બંધનકરણ કહેવાય છે. તેના જ ગાઢ અને તીવ્રગાઢ એવા બે ભેદો છે. (૧/૧) ગાઢ બંધ ઃ કર્મનો બંધ કર્યા પછી તેને નિશ્ચિત્ત કરણથી ગાઢ બંધનરૂપ કરવું તે ગાઢ અથવા ઘની બંધ. (૧/૨) તીવ્રગાઢ બંધ : કર્મનો બંધ કર્યા પછી નિકાચિત કરવાથી અર્થાત્ નિકાચના કરવાથી તે કર્મને વધારે તીવ્ર ગાઢ બંધનરૂપ કરે છે. (૨) સંક્રમણકરણ ઃ કર્મનો બંધ કર્યા પછી તેનું સંક્રમણ કરણથી ઉત્તર પ્રકૃતિઓનું પરસ્પર સંક્રમણ થાય છે. આવું સંક્રમણ મૂળ પ્રકૃતિમાં ક્યારેય થતું નથી. આવું સંક્રમણ ઉત્તરપ્રકૃતિઓમાં જ થાય છે, અર્થાત્ એક મૂળ કર્મપ્રકૃતિની ઉત્તર પ્રકૃતિનું પરસ્પર સંક્રમણ થાય છે. જેમ કે જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિ છે, તો તેમાં મતિજ્ઞાનાવરણનું શ્રુતજ્ઞાનાવરણમાં કે શ્રુતજ્ઞાનાવરણનું મતિજ્ઞાનાવરણમાં ઈત્યાદિ એક ઉત્તર પ્રકૃતિનું બીજી ઉત્તર પ્રકૃતિઓમાં
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy