SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય : ૧, સૂત્ર-૧૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર શબ્દાર્થ તદ્ = તે, ઇન્દ્રિય = સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર, અનિન્દ્રિય = મન (અત્યંતર ઇન્દ્રિય), નિમિત્તમ્ = નિમિત્તથી. સૂત્રાર્થ તે મતિજ્ઞાન), ઈન્દ્રિય અને અનિન્દ્રિયની સહાયતાથી ઉત્પન્ન થાય છે. ભાવાર્થ : ત્વચા (ચામડી), રસના (જીભ), નાક, આંખ અને કાન એ પાંચ બાહ્ય ઈન્દ્રિયો છે. આ પાંચ ઈન્દ્રિયો દ્વારા અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દનું મતિજ્ઞાન થાય છે. અનિન્દ્રિય એટલે મન, તે નિમિત્તે જે જ્ઞાન થાય તેને અનિન્દ્રિય નિમિત્તક જ્ઞાન કહેવાય છે. જ્યારે સ્પર્શ આદિ વિષયનું મતિજ્ઞાન થાય છે ત્યારે સર્વ પ્રથમ વિષય કે વસ્તુની સાથે ઈન્દ્રિયનો સંબંધ થાય છે. ત્યારપછી ઈન્દ્રિય સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ મનને ખબર આપે છે. મન નિમિત્તે આત્મામાં તે વિષયનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે ઈન્દ્રિય અને મનની સહાયતા વડે મતિજ્ઞાન થાય છે. ચક્ષુ વગેરે પાંચ ઈન્દ્રિય બાહ્ય સાધન છે અને મન આંતરિક સાધન છે તે કારણે ઈન્દ્રિય અને અનિન્દ્રિય એવી સંજ્ઞા ભેદ કર્યો છે. બાકી બંને મતિજ્ઞાનના નિમિત્ત રૂપ છે. આપણે આત્માને નિમિત્તવાસી ગણ્યો છે, જ્યાં સુધી ઉપાદાન (આત્મા) સર્વથા શુદ્ધ ન બને અથવા શ્રેણી ન માંડે ત્યાં સુધી નિમિત્તની અસરો થતી રહે છે. આવા ઈન્દ્રિયો કે અનિન્દ્રિયના નિમિત્તો દ્વારા મતિજ્ઞાન થાય છે તેમ આ સૂત્ર જણાવે છે. ઈન્દ્રિયને અશુભ નિમિત્તો મળતાં અશુભ ગ્રહણ થાય છે અને શુભ નિમિત્તો મળતાં શુભ ગ્રહણ થાય છે. તેથી આત્માએ ઈન્દ્રિય – અનિન્દ્રિય નિમિત્તો વડે શુભમાં - શુભ યોગોમાં પ્રવર્તવું જેથી પ્રાપ્ત થતા શુભ યોગો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન દ્વારા સમ્યફ ચારિત્ર તરફ ગતિ કરાવે, પરંતુ અશુભ નિમિત્તોમાં ન જવું કારણ કે અશુભ નિમિત્તાનો યોગ થતાં આ જીવ અશુભ વિચારોમાં જોડાય જેનાથી કર્મનો આશ્રવ થાય.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy