SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૧૪ ૩૩ એ સામાન્ય શબ્દ છે. જેમ કે, રોકડા પૈસા, ઘર, ફર્નીચર, દાગીના વગેરે સામાન્યથી મિલ્કત શબ્દથી ઓળખવા, તેમ છતાં દરેક પ્રકારની મિલ્કત માટે જુદા-જુદા શબ્દો છે. આથી મિલકત માટે મિલક્ત એ સામાન્ય શબ્દ છે. જ્યારે રોકડ નાણા વગેરે વિશેષ શબ્દો છે. તે જ રીતે અભિનિબોધ શબ્દ સર્વ પ્રકારના મતિજ્ઞાન માટે છે. વિશેષ પ્રકારના મતિજ્ઞાન માટે મતિ, સ્મૃતિ આદિ શબ્દો છે. શંકા અભિનિબોધ શબ્દનો અર્થ શું? સમાધાન : અભિ એટલે સન્મુખ રહેલા પદાર્થનો નિ” એટલે નિશ્ચયાત્મક (જે બોધ). અભિનિબોધ એટલે સન્મુખ રહેલા પદાર્થનો નિશ્ચયાત્મક બોધ. તે મતિજ્ઞાનનો પર્યાયવાચી શબ્દ છે. આ સૂત્રમાં મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો જણાવેલા છે. સ્મૃતિમાં પૂર્વે અનુભવેલી વાતનું સ્મરણ હોય છે. પરંતુ તે પણ મતિજ્ઞાન જ છે. કારણ સ્મૃતિ તો પૂર્વ અનુભવેલ પદાર્થની હોય. આત્મસ્વરૂપનું યથાર્થ જ્ઞાન કે ચિંતવના પૂર્વે કરી હોય તો સ્મરણ થાયને? પ્રભુજીને વંદન અથવા પ્રભુની ભક્તિ કરી હોય તો સ્મરણ થાયને? વીતરાગવાણીનું શ્રવણ મનન કર્યું હોય તો સ્મરણ થાયને? જો મોક્ષમાર્ગને સમજ્યા હો તો તેને અનુસરતી પ્રવૃત્તિ કરવી જેથી તેનું સ્મરણ રહે. આવો જ બીજો શબ્દ છે ચિંતાજ્ઞાન “જો આમ હશે તો તેમ થશે” એવી આપણે ચિંતા કરીએ છીએ. મનમાં ચિંતન તો થવાનું જ છે, તો શુભ ચિંતન કેમ ન કરવું? છેલ્લે અશુભ ચિંતનને ટાળવા માટે પણ શુભનું ચિંતન-મનન કરવું. સૂત્ર (૧-૧૪) પ્રયોજન ઃ મતિજ્ઞાનની ઉત્પત્તિના નિમિત્તો જણાવે છે. तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ૨-૧૪ તદિન્દ્રિયાનિન્દ્રિયનિમિત્તમ્ ૧-૧૪ તદ્ ઈન્દ્રિય-અનિન્દ્રિય-નિમિત્તમ્ ૧-૧૪
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy