________________
અધ્યાય : ૧, સૂત્ર-૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂત્ર (૧-૧૩) પ્રયોજનઃ મતિજ્ઞાનના પર્યાયવાચી (સમાનાર્થી શબ્દો જણાવે
१-१३
मतिस्मृतिसंज्ञाचिन्ताभिनिबोध इत्यनर्थान्तरम् મતિસ્મૃતિસંજ્ઞાચિન્તાભિનિબોધ ઈત્યનર્થાન્તરમ્ ૧-૧૩ મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિન્તા-અભિનિબોધ ઈતિ અનર્થાન્તરમ્ ૧-૧૩
શબ્દાર્થ : મતિ = મનન કરવું, સ્મૃતિ = યાદ કરવું, સંજ્ઞા = વર્તમાનની વિચારણા કરવી, ચિંતા = ભાવિની વિચારણા કરવી, અભિનિબોધ = ઇન્દ્રિયો દ્વારા થતો બોધ, ઇતિ = આ પ્રમાણે, અનર્થાન્તરમ્ = એક અર્થવાળા.
સૂત્રાર્થ ઃ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિબોધ એ પાંચ શબ્દો એક જ અર્થવાળા છે. (અર્થાત્ એ પાંચે શબ્દોનો અર્થ મતિજ્ઞાન થાય છે).
ભાવાર્થઃ મતિ શબ્દના પર્યાયવાચી નામોનો ઉલ્લેખ કરીને લોકવ્યવહારમાં પ્રસિદ્ધ એવા અન્ય નામો જણાવ્યા છે. એ રીતે શબ્દ ભેદ હોવા છતાં અર્થભેદ નથી તે વાતનું સૂચન કરે છે.
મતિ તે વર્તમાન વિષયને ગ્રહણ કરે છે. અર્થાત્ ઈન્દ્રિયો કે મન દ્વારા વર્તમાનમાં વિદ્યમાન વિષયનો જે બોધ તે મતિજ્ઞાન.
સ્કૃતિઃ તે ભૂતકાળના વિષયને ગ્રહણ કરે છે. પૂર્વે અનુભવેલ વસ્તુનું સ્મરણ તે સ્મૃતિજ્ઞાન.
સંજ્ઞાઃ ભૂતકાળના વિષયને વર્તમાન કાળનો વિષય બનાવે છે. પૂર્વે અનુભવેલી વસ્તુને વર્તમાનમાં જોતાં “તે જ આ વસ્તુ છે” (જ મેં પૂર્વે જોઈ હતી) એ પ્રમાણે થતું જ્ઞાન તે સંજ્ઞાજ્ઞાન.
ચિંતા : ભવિષ્યકાળના વિષયને ગ્રહણ કરે છે. ભવિષ્ય માટેની વિચારણા કરવી તે ચિંતા જ્ઞાન.
અભિનિબોધઃ આ શબ્દ મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતા એ બધા જ્ઞાનો માટે વપરાય છે. અર્થાત મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં બધા જ્ઞાનોને માટે અભિનિબોધ