________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૧૩
૩૧ શંકા : અવધિદર્શન અને કેવળદર્શન પણ આત્મા પ્રતિ નિયત છે. તો પ્રત્યક્ષ શબ્દથી આ બન્ને દર્શનો પણ ગ્રહણ કરવા ન જોઈએ ?
સમાધાન : આ શંકા વ્યાજબી નથી. એક કારણ તો એ છે કે, અહીં જ્ઞાનની અનુવૃત્તિ ચાલે છે. એટલે દર્શનની આપોઆપ જ નિવૃત્તિ થઇ જાય છે. બીજું અવધિજ્ઞાન કે કેવળજ્ઞાનની વાતમાં અવધિદર્શન અને કેવળદર્શન સમાવિષ્ટ થઇ જ જાય છે.
શંકા : મતિ અને શ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગયું ? જ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે.
સમાધાન : જ્ઞાનાવરણના ક્ષયોપશમ થવા છતાં પણ ઇન્દ્રિય અને મનરૂપ એવા પર પદાર્થોના નિમિત્તથી જ જ્ઞાન થાય છે. મતિ અને શ્રુત પર પદાર્થોથી થતાં જ્ઞાન હોવાથી પરને આધીન છે. માટે પરોક્ષ કહેવાય છે.
જેઓ અક્ષનો અર્થ ઇન્દ્રિય કરે છે, તેમના માટે (તેમના મત પ્રમાણે) ઇન્દ્રિય નિમિત્તક જ્ઞાન પ્રત્યક્ષ ગણાય. પરંતુ અહીં દરેક વિષયની વિચારણાનો પાયો મોક્ષમાર્ગ છે. તેથી અહીં “અક્ષ”નો અર્થ “આત્મા” કર્યો છે. કેવળ આત્મા દ્વારા જ્ઞાન થાય તે પ્રત્યક્ષ અને જે જ્ઞાન ઇન્દ્રિયોની મદદથી થાય તે આધ્યાત્મિક દૃષ્ટિએ “પરોક્ષ” જ ગણાય
શંકા પ્રત્યક્ષમ્ અન્યત્ (સૂત્ર-૧-૧૨)માં અન્યત્ શબ્દ ક્યા સંદર્ભમાં લેવાય?
સમાધાનઃ અન્યત્ શબ્દ સૂત્ર ૧-૧૦ અને સૂત્ર ૧-૧૧ ના સંદર્ભમાં છે. જે સૂત્ર પૂર્વે કહેલા સૂત્રના સંદર્ભમાં હોય તેને માટે અનુવૃત્તિ શબ્દ વપરાય છે. તેથી એમ કહી શકાય કે સૂત્ર ૧-૯, ૧-૧૦ અને ૧-૧૧ એ ત્રણે સૂત્રની અનુવૃત્તિ સૂત્ર ૧-૧૨ માં પ્રવર્તે
સૂત્ર ૧-૧૨માં અન્યત્ શબ્દથી બાકીના ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ (પ્રમાણ) છે તેમ સમજવું. કારણ કે, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ઇન્દ્રિય તથા મનની મદદ વિના ફક્ત આત્માની યોગ્યતાથી સાક્ષાત્ આત્માને જ ઉત્પન્ન થાય છે.