________________
૩૦
અધ્યાય : ૧, સૂત્ર-૧૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર મતિ અને શ્રત છે માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બે જ્ઞાનો પરોક્ષ છે તેવો અર્થ કરવો. આ બંને જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે તેથી તે બન્નેને પરોક્ષ પ્રમાણ ગણાય છે.
શંકા : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પરોક્ષ કેમ કહ્યા?
સમાધાન : જૈન પરંપરા પ્રમાણે પર અર્થાત્ બીજાની સહાયતા વડે જે જ્ઞાન થાય છે તેને પરોક્ષજ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈન્દ્રિય, મન, પરનો ઉપદેશ વગેરે કારણો સિવાય થઈ શકતાં નથી. તેથી તે બંનેને પરોક્ષ કહ્યા છે.
સૂત્ર (૧-૧૨) પ્રયોજન : પ્રત્યક્ષ પ્રમાણનું સ્વરૂપ બતાવે છે.
प्रत्यक्षमन्यत् ૨-૨૨ પ્રત્યક્ષમન્યત્
૧-૧ ૨ પ્રત્યક્ષમ્ અન્યત્ ૧-૧ ૨. શબ્દાર્થ: પ્રત્યક્ષ = ઇન્દ્રિયની મદદ વિના થતું જ્ઞાન, અન્યત્ = બાકીના (અવધિમન:પર્યવ-કેવળ).
સૂત્રાર્થ : બાકીનાં ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે.
ભાવાર્થઃ પૂર્વે પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંના પ્રથમના બે જ્ઞાનને પરોક્ષ પ્રમાણ ગણાવ્યાં માટે અન્ય એટલે બાકીના ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ થાય. અવધિ, મન:પર્યવ અને કેવળ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે. આ જ્ઞાનને પ્રત્યક્ષ એટલા માટે કહ્યાં છે કે તે ઈન્દ્રિય તથા મનની સહાય વિના આત્મામાં જ સ્વતંત્રપણે જ ઉત્પન્ન થાય છે.
શંકા વિર્ભાગજ્ઞાનને પ્રત્યક્ષ કેમ નથી ગણતા?
સમાધાનઃ વિર્ભાગજ્ઞાન મિથ્યાદર્શનના ઉદયથી થતું હોવાથી તે સમ્યક નથી. માટે તેને જ્ઞાન કહી શકાય નહિ. અજ્ઞાન જ કહેવાય. અવધિજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે તેથી વિર્ભાગજ્ઞાન પણ પ્રત્યક્ષ છે એમ સમજી લેવું.