________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૧૧
૨૯ સૂત્ર (૧-૧૦) પ્રયોજનઃ સૂત્ર ૧-૬માં આવેલા “પ્રમાણ”નો ખુલાસો અહીં છે. तत्प्रमाणे
-૬૦ તસ્ત્રમાણે
૧-૧૦ તત્ પ્રમાણે ૧-૧૦ શબ્દાર્થ: તત્ = તે પાંચ જ્ઞાનો, પ્રમાણે = બે પ્રમાણરૂપ (દ્વિવચન) સૂત્રાર્થ ઃ તે (પાંચ પ્રકારના જ્ઞાન) બે પ્રમાણરૂપ છે.
ભાવાર્થ જેના વડે વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોનો નિર્ણયાત્મકપણે જે બોધ થાય તેને પ્રમાણ કહેવાય છે.
જૈનદર્શનકારો ““જ્ઞાન”ને જ પ્રમાણ જણાવે છે. કારણ કે, જ્ઞાન જ આ જીવને ઇષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ કરાવે છે. આ આમ્રફળ છે. એવું જ્ઞાન થાય તો જીવ પ્રવૃત્તિ કરે છે. આ સર્પ છે એવું જ્ઞાન થાય તો જીવ નિવૃત્તિ કરે છે. માટે જ્ઞાન જ હિત-અહિતમાં પ્રવર્તક-નિવર્તક હોવાથી પ્રમાણ કહેવાય છે.
સૂત્ર (૧-૧૧) પ્રયોજનઃ પરોક્ષ પ્રમાણ કયું છે? તે આ સૂત્રમાં કહે છે. आद्ये परोक्षम्
-૧૬ આઘે પરોક્ષમ્
૧-૧૧ આઘે પરોક્ષમ્
૧-૧૧ શબ્દાર્થ આદ્ય = પ્રારંભના બે- મતિ અને શ્રુત, પરીક્ષમ્ = પરોક્ષ, ઇન્દ્રિયની મદદથી થતાં જ્ઞાન છે.
સૂત્રાર્થ : પ્રથમના બે જ્ઞાનો (મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન) પરોક્ષ છે.
ભાવાર્થ જે આદિમાં હોય તેને આદ્ય કહેવાય છે. આદ્ય શબ્દનું દ્વિવચનનું રૂપ આઘે થયું છે. આઘે એટલે પહેલાના બે જ્ઞાનો એવો અર્થ થાય છે. પહેલા બે જ્ઞાન