________________
અધ્યાય : ૧, સૂત્ર-૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
સૂત્રાર્થ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ
પાંચ જ્ઞાન છે.
ભાવાર્થ:
મતિજ્ઞાન ઃ પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા થતા બોધને મતિજ્ઞાન કહેવાય છે.
શ્રુતજ્ઞાન : ગુરુ પાસે અભ્યાસ કરવાથી અથવા શાસ્ત્રો સાંભળવાથી કે ભણવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
૨૮
અવધિજ્ઞાન ઃ ઈન્દ્રિય અને મનની સહાય વિના આત્મશક્તિથી રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન થાય તે અધિજ્ઞાન. અવિધ એટલે મર્યાદા. રૂપી અને અરૂપી એમ બે પ્રકારના દ્રવ્યો છે. તેમાં માત્ર રૂપી દ્રવ્યોને જોઈ શકાય એવી અવધિવાળુ (મર્યાદાવાળું) જ્ઞાન તે અવધિજ્ઞાન.
મન:પર્યવજ્ઞાન ઃ અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનના ભાવો જાણવાની શક્તિને મન:પર્યવજ્ઞાન કહેવાય છે.
કેવળજ્ઞાન ઃ લોકાલોકનું તથા રૂપી અરૂપી સર્વ દ્રવ્યનું અને સર્વ જીવના સર્વ પર્યાયોનું સમકાળે થતું જે જ્ઞાન તે કેવળજ્ઞાન.
શંકા : મતિ અને શ્રુતજ્ઞાન એક વ્યક્તિમાં સાથે જોવા મળે છે તો બંનેને એક જ કેમ નથી ગણતા ?
સમાધાન : મતિ અને શ્રુત બંને મન અને ઈન્દ્રિયોની સહાયથી થતા હોવા છતાં શ્રુતમાં શબ્દ અને અર્થનું પર્યાલોચન હોય છે. મતિજ્ઞાનમાં તેવું પર્યાલોચન હોતું નથી, પરંતુ માત્ર ઈન્દ્રિયોના સન્નિકર્ષથી વિષયનો બોધ હોય છે.
મતિજ્ઞાન વર્તમાનકાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે.
મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. તેથી શ્રુતજ્ઞાન વિશેષ બોધદાયી છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઈ શકે.