SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય ઃ ૧, સૂત્ર-૯ સમાધાન : વિધાન દ્વાર વડે સમ્યગ્દર્શનના પ્રકારોની ગણતરી થાય છે. જ્યારે સંખ્યા દ્વારા તેના પ્રત્યેક પ્રકારોવાળા જીવોની સંખ્યાની ગણતરી થાય છે, જેમ કે ઉપશમ સમ્યગ્દષ્ટિ આટલા, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ આટલા વગેરે પેટા ભેદોની ગણતરી સંખ્યામાં થાય છે. ટૂંકમાં કહીએ તો પ્રકારની ગણના ‘‘વિધાન’” માં થાય છે અને પેટા ભેદોની ગણના ‘‘સંખ્યા’’ માં થાય છે. શંકા : ક્ષેત્ર અને અધિકરણમાં શું તફાવત છે ? સમાધાન : અધિકરણ (આધાર)થી થોડી જગ્યા સૂચવાય છે. ક્ષેત્ર શબ્દ વ્યાપક હોવાથી અધિક જગ્યા સૂચવે છે. શંકા : કાળ અને સ્થિતિમાં શું તફાવત છે ? સમાધાન ઃ સ્થિતિ શબ્દ કેટલાક પદાર્થોની કાળમર્યાદા બતાવે છે. કાળ શબ્દ વ્યાપક છે. તે બધા પદાર્થોની કાળમર્યાદા દર્શાવે છે. શંકા : સમ્યગ્દર્શનનો સ્વામી કોણ હોઈ શકે ? અને કોણ ન હોય ? સમાધાન ઃ સમ્યગ્દર્શનનો સ્વામી ભવ્ય જીવ જ હોઈ શકે. અભવ્ય કે જાતિભવ્ય સમ્યગ્દર્શનના સ્વામી ન હોય. ઈન્દ્રિયની અપેક્ષાએ સંજ્ઞી પંચેન્દ્રિય ત્રણે સમ્યગ્દર્શનનો સ્વામી થઈ શકે છે. એકેન્દ્રિયથી અસંજ્ઞીપંચેન્દ્રિયને કોઈ જ પ્રકારનું સમ્યગ્દર્શન હોતું નથી. કાય અપેક્ષાએ ત્રસકાયને સમ્યગ્દર્શન હોઈ શકે છે. સ્થાવરકાયને સમ્યગ્દર્શન ન હોય. જ્ઞાનની અપેક્ષાએ મતિ આદિ ચાર જ્ઞાનમાં ચક્ષુ, અચક્ષુ અને અવિધ એમ ત્રણે દર્શન હોઈ શકે પણ કેવળજ્ઞાનીને ક્ષાયિક સમ્યગ્દર્શન જ હોય. આ પ્રમાણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવીને હવે સમ્યગ્નાનનું સ્વરૂપ સમજાવે છે. સૂત્ર (૧-૯) પ્રયોજન ઃ આ સૂત્રમાં જ્ઞાનના પ્રકારો જણાવે છે. मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् મતિશ્રુતાવધિમન:પર્યાયકેવલાનિ જ્ઞાનમ્ મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યાય-કેવલાનિ જ્ઞાનમ્ -૧ ૧-૯ ૧-૯
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy