________________
અધ્યાય : ૧, સૂત્ર-૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા પછી ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી અવશ્ય રહે છે અને વધારેમાં વધારે એક જીવને ૬૬ સાગરોપમથી કંઇક અધિક કાળ સુધી રહે છે. અનેક જીવોની અપેક્ષાએ તો સમ્યગ્દર્શનનો સંપૂર્ણકાળ છે, અર્થાત્ કોઈપણ સમય એવો છે નહીં – હતો નહિ – અને હશે નહિ કે જયારે એક પણ જીવને આ સંસારમાં સમ્યગ્દર્શન હોય નહીં કે ઉત્પન્ન થાય નહિ. અર્થાત્ સમ્યગ્દર્શનવાળા
જીવો સર્વથા ન હોય એવું ક્યારેય બનવાનું નથી. (૬) અત્તર : આવેલું સમ્યગ્દર્શન ચાલ્યું જાય તો ફરીથી ક્યારે પ્રાપ્ત થાય ? અર્થાત્
સમ્યગ્દર્શનનો વિરહકાળ કેટલો? એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ (અર્ધપગલપરાવર્તમાં કંઈક ઓછો કાળ). એટલા કાળે તો તે જીવ ફરીથી સમ્યગ્દર્શન પામે જ, પરંતુ અનેક જીવની અપેક્ષાએ કદી પણ વિરહ થતો જ નથી. એક જીવની અપેક્ષાએ વિરહ થઈ શકે કેમકે ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન છૂટી પણ જાય અને ફરીથી ઉત્પન્ન પણ થાય. પણ કોઈ ને કોઈ જીવ તો સમકિતી
હોવાનો જ, માટે સર્વથા વિરહ કદી ન થાય. (૭) ભાવઃ ઔદયિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔપથમિક અને પારિણામિક એ પાંચ
ભાવમાંથી કયા ભાવે સમ્યગ્દર્શન થાય ? ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ત્રણ ભાવે જ સમ્યકત્વ થાય છે. ઔદયિક અને પારિણામિક ભાવે સમ્યકત્વ થતું નથી. અલ્પબદુત્વઃ ઉપરના ત્રણ સમ્યક્ત્વોમાંથી કયા જીવો થોડા હોય અને કયા જીવો વધારે હોય ? ઔપથમિક સમ્યગ્દર્શનવાળા જીવો સર્વથી અલ્પ હોય છે. તેનાથી ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા જીવો અસંખ્યાતગુણા હોય છે. તેનાથી ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા જીવો અનંતગુણા હોય છે. સિદ્ધના જીવો અનંત છે અને તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન હોય છે, તેથી અનંતગુણા કહ્યા છે. શંકા : વિધાન અને સંખ્યા માં શું તફાવત છે ?