SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય ઃ ૧, સૂત્ર-૮ ૨૫ સૂત્રાર્થ : સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પબહુત્વ એ (આઠ દ્વા૨ોથી પણ તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે.) ભાવાર્થ : હવે આપણે આગળ જણાવેલા આઠ દ્વારોથી સમ્યગ્દર્શન ગુણની વિચારણા કરીએ. (૧) સત્ ઃ સમ્યક્ત્વ એ આત્માનો ગુણ હોવાથી જગતમાં છે જ. સમ્યગ્દર્શન ચારેય ગતિમાં થઈ શકે છે. ફક્ત ક્ષાયિકસમ્યક્ત્વનો પ્રારંભ મનુષ્યગતિમાં જ કરી શકાય છે. ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા પહેલા પરભવનું આયુષ્ય બાંધેલું હોય તો ક્ષાયિક સમ્યક્ત્વવાળો જીવ ચારે ગતિમાં જઇ શકે છે. સમ્યક્ત્વ નામનો ગુણ છે જ અને તે આત્મામાં જ છે. (૨) સંખ્યા : સમ્યગ્દર્શનવાળા જીવોની સંખ્યા કેટલી ? તેની વિચારણા આ દ્વારથી થઈ શકે છે. ઉપશમ સમ્યગ્દર્શનવાળા જીવો સંખ્યાતા, ક્ષયોપશમ સમક્તિવાળા જીવો અસંખ્યાતા અને ક્ષાયિક સમ્યક્ત્વી જીવો (સિદ્ધ ભગવંતોને સાથે ગણતાં) અનંતા હોય છે. (૩) ક્ષેત્ર : સમ્યગ્દર્શનવાળા એક જીવનું કે સર્વ જીવોનું ક્ષેત્ર લોકનો અસંખ્યાતમો ભાગ જ છે. કારણકે સમ્યગ્દષ્ટિ જીવો સંક્ષિપંચેન્દ્રિય જ હોય. સંક્ષિપંચેન્દ્રિય જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહ્યા છે. પણ કેવલી સમુદ્ધાતની અપેક્ષાએ સમ્યક્ત્વી જીવ સમગ્ર લોકાકાશવ્યાપી પણ હોય છે. (૪) સ્પર્શન ઃ પદાર્થના વર્તમાન નિવાસને ક્ષેત્ર કહ્યું, પણ ભૂત – વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળની અવસ્થાને સ્પર્શના કહેવાય છે. સમ્યગ્દર્શન લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. કોઇપણ સમ્યગ્દર્શની જીવ જ્યાં વસતો હોય છે, તે લોકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. (૫) કાળ : કોઈપણ ક્ષેત્રમાં રહેલા પદાર્થની સમય મર્યાદા નક્કી કરવી તે કાળ. કાળની વિચારણા બે પ્રકારે થાય છે. એક જીવની અપેક્ષાએ અને અનેક જીવની અપેક્ષાએ. એક જીવની અપેક્ષાએ ક્ષાયોપશમિક સમ્યગ્દર્શનનો જઘન્યકાળ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરોપમ કરતા કંઈક વધારે છે. કોઈ એક જીવને
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy