________________
૨૪
અધ્યાય : ૧, સૂત્ર-૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૪) અધિકરણ એટલે આધારઃ સમ્યગ્દર્શનનો આધાર સમ્યગ્દષ્ટિ આત્મા જ હોય છે.
ગુણનો આધાર ગુણી જ હોય છે. સમ્યગ્દર્શન આત્મામાં જ રહે છે. (૫) સ્થિતિ : એટલે કાળ.
પશમિક (ઉપશમ) સમ્યક્ત્વનો કાળ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. ક્ષાયોપથમિક સમ્યકત્વનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ (છાસઠ) સાગરોપમ છે. ક્ષાયિક સમ્યગ્દર્શનનો કાળ સાદિ – અનંત છે. સાદિ એટલે તેની શરૂઆત છે પરંતુ
પ્રગટ થયા પછી ક્યારેય જતું નથી. અનંતકાળ સુધી રહે છે. (૬) વિધાન એટલે ભેદઃ સમ્યગ્દર્શનના ત્રણ ભેદ છે. પથમિક, ક્ષાયોપથમિક અને
ક્ષાયિક.
સૂત્ર (૧-૮) પ્રયોજન : તત્ત્વોમાં વિશેષરૂપે જાણકારી મેળવવા માટે અધિગમ (બોધ) પ્રાપ્ત કરવાના શાસ્ત્રીય પદ્ધતિથી સાધનો જણાવે છે. सत्संख्याक्षेत्रस्पर्शनकालाऽन्तरभावाल्पबहुत्वैश्च ૨-૮ સત્સંખ્યાક્ષેત્રસ્પર્શનકાલાન્તરભાવાલ્પબહુવૈશ્ચ ૧-૮ સ–સંખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલ-અન્તર-ભાવ-અલ્પબહુવૈઃ ચ ૧-૮
શબ્દાર્થ : સત્ = વસ્તુનું અસ્તિત્વ કે વિદ્યમાનતાને સત્ કહેવાય છે, સંખ્યા = વસ્તુની કે તેના માલિકની સંખ્યા અથવા ગણતરી, ક્ષેત્ર = વસ્તુના વર્તમાન કાળના નિવાસને ક્ષેત્ર કહેવાય છે, સ્પર્શન = વસ્તુના ત્રણે કાળ સંબંધી નિવાસને સ્પર્શન કહેવાય છે, કાલ = વસ્તુની સ્થિર રહેવાની મર્યાદાને કાળ કહેવાય છે, અંતર = વસ્તુના વિરહ કાળને અંતર કહેવાય છે, ભાવ = ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એમ પાંચ ભાવ છે, અલ્પબદુત્વ = અન્ય પદાર્થોની અપેક્ષાએ વસ્તુની હીનતા-અધિકતાનું વર્ણન. અહીં પથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનની હીનાધિકતા વિચારવી.