SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૭ (૧) નિર્દેશ - સાડીનું સ્વરૂપ શું? સાડી એ બેનોને પહેરવાનું પમીટર લાંબુ કપડું છે. (૨) સ્વામિત્વ - માલિકી. સાડી પહેરનાર સ્ત્રીવર્ગ. સાડી સરલાબેનની છે અથવા સરલાબેન તેના માલિક છે. (૩) સાધન - શેમાંથી બને છે? (નિમિત્ત) સાડી કાપડમાંથી બને છે. (૪) અધિકરણ - ક્યાં અને શેમાં રહે છે? (આધાર) સાડી કબાટમાં મૂકાય છે અથવા સરલાબેનના શરીર પર રહે છે. (૫) સ્થિતિ - ક્યાં સુધી ટકશે? (કાળ) આ સાડી પાંચ-સાત વર્ષ સુધી ટકી રહે છે. (૯) વિધાન - ભેદ – પ્રકારો. સાડી સફેદ, લાલ, લીલી, પીળી વગેરે અનેક રંગની હોય છે. હવે સમ્યગ્દર્શન ગુણ એ મુક્તિનો માર્ગ છે તેમ પ્રથમ સૂત્રમાં કહ્યું. એ સમ્યગ્દર્શન ગુણને વધારે સ્પષ્ટ સમજવા માટે આ સૂત્રમાં છ ધારો બતાવ્યા છે. (૧) નિર્દેશઃ સમ્યગ્દર્શનનું સ્વરૂપ શ્રદ્ધા કરવી તે છે. સમ્યગ્દર્શન આત્માનો ગુણ છે. વીતરાગ પરમાત્માના વચનો ઉપર પરિપૂર્ણ શ્રદ્ધા કરવાથી એ ગુણ પ્રાપ્ત થઈ શકે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં જીવનો સંસાર પરિમિત બને છે. (૨) સ્વામિત્વ : સમ્યગ્દર્શન આત્માનો ગુણ હોવાથી તેનો માલિક જીવ જ હોય છે. અજીવને સમ્યગ્દર્શન થતું નથી, પણ જીવને સમ્યગ્દર્શન થવામાં અજીવ નિમિત્ત બને છે. (૩) નિમિત્ત અથવા સાધનઃ બાહ્ય અને અત્યંતર એમ બે નિમિત્તોથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. ગુરુનો ઉપદેશ, સત્સંગ, પ્રતિમાજીના ભાવપૂર્વકના દર્શન વગેરે બાહ્ય નિમિત્તો છે. જયારે દર્શનમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાયોનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય તે અત્યંતર નિમિત્તો છે. તેનાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy