SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય : ૧, સૂત્ર-૭ બીજી વ્યક્તિ એકલા જ્ઞાનનો પક્ષપાતી છે, ક્રિયામાં નથી. તેથી જ્ઞાન-ક્રિયા બંન્નેનો અનુભવ કરાવવા માટે ગુરુજી તેને ક્રિયાનું મહત્ત્વ આપીને સમજાવે છે. ટૂંકમાં ગુરુજીના હૃદયમાં બંન્ને નયનું મહત્ત્વ સરખું જ છે. પરંતુ સામેનો જીવ જ્યારે એક નયનો આગ્રહી હોય છે, ત્યારે તેને બંન્ને નયોમાં લાવવા ગુરુજીને બીજા નયની પ્રધાનતા કરવી પડે છે. ૨૨ સૂત્ર (૧-૭) પ્રયોજન ઃ તત્ત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયથી થાય છે તેમ સામાન્યથી જણાવ્યું. હવે વિશેષરૂપે તત્ત્વ સંબંધી અધિગમ (જ્ઞાન) કરવાના દ્વારોનો નિર્દેશ કરે છે. निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ૧-૭ નિર્દેશસ્વામિત્વસાધનાધિકરણસ્થિતિવિધાનતઃ ૧-૭ નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ-સ્થિતિ-વિધાનતઃ ૧-૭ શબ્દાર્થ : નિર્દેશ = વસ્તુનું સ્વરૂપ, સ્વામિત્વ = વસ્તુની માલિકી, સાધન = વસ્તુની ઉત્પત્તિના કારણો અથવા નિમિત્તો, અધિકરણ વસ્તુને રહેવાનું સ્થાન, વસ્તુનો આધાર, સ્થિતિ વસ્તુ કેટલા કાળ સુધી રહે ? વસ્તુના કાળનું માપ, વિધાન = વસ્તુના ભેદ. = = સૂત્રાર્થ : નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન એ છ દ્વારોથી તત્ત્વોનું જ્ઞાન થઈ શકે છે. ભાવાર્થ : જ્યારે કોઈપણ વ્યક્તિ પહેલીવાર કોઈ નવી વસ્તુ જુએ કે તેનું નામ સાંભળે ત્યારે તેની જિજ્ઞાસા વૃત્તિ જાગી ઉઠે છે. પરિણામે તેના મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે. એ વસ્તુનો આકાર, રંગ, રૂપ, માલિકી, તેને બનાવવાનો ઉપાય, ક્યાં સુધી વસ્તુ ટકશે? વગેરે પ્રશ્નો તેના મનમાં ઊઠે છે, તેના ઉત્તરો મેળવી જ્ઞાનની વૃદ્ધિ કરે છે. તે જ રીતે અંતર દૃષ્ટિવાળી વ્યક્તિ સમ્યગ્દર્શન શબ્દ સાંભળીને તેવા વિષે વધારે જાણકારી મેળવવા માટે વિવિધ પ્રશ્નો દ્વારા પોતાનું જ્ઞાન વધારે છે. એક ઉદાહરણથી વિચારીએ. જેમ કે ‘સાડી.” સૂત્રમાં બતાવેલા છ દ્વારો વડે સાડી વિશે વિશેષ જાણીએ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy