________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૯-૨૦-૨૧
સૂત્રાર્થ : બાકીના પાંચ કર્મોની જધન્યસ્થિતિ અંતર્મુહૂર્તની બંધાય છે. ભાવાર્થ : (૮-૧૯ થી ૮-૨૧) જઘન્ય એટલે ઓછામાં ઓછી સ્થિતિ. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્ત છે.
નામ અને ગોત્ર કર્મની ૮ મુહૂર્ત છે અને બાકીના પાંચ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે.
કર્મ
જ્ઞાનાવરણીય
અંતર્મુહૂર્ત
દર્શનાવરણીય અંતર્મુહૂર્ત
વેદનીય
મોહનીય
આયુષ્ય
જઘન્ય
સ્થિતિબંધ
નામ
૧૨ મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટ
સ્થિતિબંધ
આઠ મુહૂર્ત
આઠ મુહૂર્ત
જઘન્ય
અબાધાકાળ
૩૦ કો.કો.સાગ | અંતર્મુહૂર્ત
૩૦ કો.કો.સાગ | અંતર્મુહૂર્ત
૩૦ કો.કો.સાગ | અંતર્મુહૂર્ત
૭૦ કો.કો.સાગ. અંતર્મુહૂર્ત
૩૩ સાગરોપમ | અંતર્મુહૂર્ત
ઉત્કૃષ્ટ
અબાધાકાળ
ત્રણ હજાર વર્ષ
ત્રણ હજાર વર્ષ
ત્રણ હજાર વર્ષ
સાત હજાર વર્ષ
૨૧૩
૨૦ કો.કો.સાગ. અંતર્મુહૂર્ત
ગોત્ર
૨૦ કો.કો.સાગ. અંતર્મુહૂર્ત
અંતરાય
૩૦ કો.કો.સાગ. | અંતર્મુહૂર્ત
ત્રણ હજાર વર્ષ
અંતર્મુહૂર્ત શંકા : ત્રીજા વેદનીય કર્મની જઘન્યસ્થિતિ બાર મુહૂર્તની બંધાય છે તેમ કહ્યું. શું ૧૧-૧૨-૧૩ મા ગુણઠાણે પણ જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની જ બંધાય છે ?
પૂર્વક્રોડનો ત્રીજો ભાગ બે હજાર વર્ષ
બે હજાર વર્ષ
સમાધાન : ના. તમારી શંકાનો ઉત્તર જરાક ખુલાસાથી વિચારીએ. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની બંધાય છે એ કથન એકથી દસ ગુણઠાણામાં જે કષાયવાળા જીવો કર્મ બાંધે છે તેને આશ્રયીને જાણવું. એટલે કે ક્ષપકશ્રેણીમાં દસમા ગુણઠાણે વેદનીય કર્મ બાર મુહૂર્તની સ્થિતિવાળું બંધાય છે. ૧૧-૧૨-૧૩ મા ગુણઠાણે જો કે વેદનીય કર્મ બંધાય છે પરંતુ તે પ્રથમ સમયે બંધાય, બીજા સમયે ઉદયમાં આવે અને ત્રીજા સમયે ખરી પડે તેવું હોય છે. તેથી અહીં જે બંધ જણાવ્યો છે તે સકષાયી જીવોને આશ્રયી જણાવ્યો છે.