________________
૨૧૦
અધ્યાય : ૮, સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૮-૧૮) પ્રયોજન : આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ८-१८ ત્રયસ્ત્રિશત્સાગરોપમાણ્યાયુષ્કસ્ય ૮-૧૮
ત્રયસ્ત્રિશત્ સાગરોપમાણિ આયુષ્કસ્યુ ૮-૧૮ શબ્દાર્થ ત્રયસિંશત્ સાગરોપમાણિ = ૩૩ સાગરોપમ, આયુષ્કસ્ય = આયુષ્યની
સૂત્રાર્થ આયુષ્ય કર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) માત્ર ૩૩ સાગરોપમ છે, (પણ કોડાકોડી નથી). (સૂત્ર ૮-૧૮)
ભાવાર્થ (સૂત્ર ૮-૧૫ થી ૮-૧૮)કષાયોને પરવશ થયેલો આત્મા પ્રતિસમયે મૂળ સાત કર્મો બાંધે છે અને ભવમાં એકવાર આયુષ્યકર્મ સાથે આઠ કર્મો બાંધે છે. જયારે જે કમ બંધાય ત્યારે તે કમ આત્માની સાથે કેટલો કાળ રહેશે? તે પ્રમાણે કર્મોની સ્થિતિ બંધાય છે. બંધાતા કર્મોના કર્માણુઓમાં તે કર્માણુઓ કયા કયા સમયે ઉદયમાં આવશે? એમ તેઓની નાની-મોટી (જઘન્ય તથા ઉત્કૃષ્ટ) સ્થિતિ બંધાય છે.
કોઈપણ કર્માણુઓ તુરત તો ઉદયમાં આવે તેવા હોતા નથી. કેટલાક કાળ પછી જ ઉદયમાં આવે તેવા હોય છે. જેટલો કાળ ઉદયમાં ન આવે તે કાળને અબાધાકાળ કહેવાય છે.
અબાધાકાળ પછીના સમયમાં ધારોકે ૧૦૦ કર્માણઓ ઉદયમાં આવે તેવા હોય છે તે પછીના બીજા સમયમાં ઉદયમાં આવે તેવા કેટલાક કર્માણુઓ હોય છે તે પછીના ત્રીજા સમયમાં ઉદયમાં આવે તેવા કેટલાક કર્માણુઓ હોય છે. આ પ્રમાણે તે બંધાયેલા પરમાણુઓની ઉદયમાં આવવાની યોગ્યતાને અનુસાર જો લાઈન કરીએ તો ત્રીસ કોડાકોડી સાગરોપમ ચાલે તેટલી લાંબી લાઈન થાય છે એટલે કે એક સમયમાં જ્ઞાનાવરણીય કર્મ ત્રીસ કોડાકોડી સાગરોપમ ચાલે તેટલું બંધાય છે. (એક ક્રોડને એક ક્રોડવડે ગુણતા જે સંખ્યા આવે તેને કોડાકોડી કહેવાય છે) તેને જ સ્થિતિબંધ થયો એમ કહેવાય છે.
એક કર્મનો જે સ્થિતિબંધ થાય છે તેના બે ભાગ થાય છે. પ્રથમ અબાધાકાળ અને બીજો ભોગ્યકાળ. જે સમયોમાં દલિકોની રચના થતી નથી. તેના કારણે જે કાળમાં કર્મ