________________
અધ્યાય : ૮, સૂત્ર-૧૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
સમાધાન ઃ કામ ઓછું કરવા છતાં જગત્ વ્હાલ વરસાવે તે સૌભાગ્ય. પોતાનું બોલેલું વચન લોકો ઝીલી લે તે આદેય અને ચારે દિશામાં પ્રશંસા ફેલાય, ગુણગાન ગવાય તે યશ.
૨૦૮
શંકા : બંધાયેલું આયુષ્ય નાનું-મોટું થાય ?
સમાધાન : નાનું થઈ શકે પરંતુ મોટું ન થાય, બંધાયા પછી ઉદયમાં આવે ત્યારે જે તુટીને નાનું થઈ શકે તે અપવર્તનીય આયુષ્ય કહેવાય છે.
શંકા : અપવર્તનીય-અનપવર્તનીય આયુષ્ય કોનું કોનું હોય ?
સમાધાન ઃ દેવો, નારકી, તદ્ભવમોક્ષગામી જીવો, ત્રેસઠશલાકાપુરુષો અને યુગલિક મનુષ્ય-તિર્યંચોનું આયુષ્ય અનપવર્તનીય હોય છે બાકીના જીવોનું આયુષ્ય અપવર્તનીય હોય છે.
આ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ આઠે મૂલ કર્મોના પ્રતિભેદો સમજાવ્યા. સૂત્ર ૮૪ માં જણાવેલા ચાર પ્રકારના બંધમાંથી પ્રકૃતિબંધ પૂર્ણ થયો.
હવે સ્થિતિબંધ સમજાવે છે. બાંધેલું કર્મ આત્મા સાથે વધુમાં વધુ કેટલો કાળ રહે તે ઉત્કૃષ્ટસ્થિતિબંધ અને ઓછામાં ઓછું કેટલો કાળ રહે તે જઘન્યસ્થિતિબંધ.
સૂત્ર (૮-૧૫) પ્રયોજનઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
आदितस्तिसृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटीकोटयः परा स्थिति: ८-१५ આદિતસ્તિસૃણામન્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમકોટીકોટયઃ પરા સ્થિતિઃ ૮-૧૫
આદિતઃ તિસૃણામ્-અન્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમકોટીકોટયઃ પરા સ્થિતિઃ ૮-૧૫