________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૪
૨૦૭
૩. સંઘાતનનામ કર્મ શરીરમાં જોઈતા પુદ્ગલોનું પ્રમાણ નક્કી કરી આપે છે. તેનાથી જરૂરિયાત પ્રમાણે પરિમિત પુદ્ગલોનું જ ગ્રહણ થાય છે.
૪. અંગોપાંગનામ કર્મ શરીરમાં હાથ પગ મુખાદિ અવયવોની રચના કરી આપે
છે.
શંકા : બંધન ૧૫ છે તો સંઘાતન ૫ (પાંચ) કેમ ? સંઘાત થયા વિના બંધ તો થવાનો જ નથી ? બંનેની સંખ્યા સરખી હોવી જોઈએ.
સમાધાન : જો કે સંઘાતન પણ બંધનને અનુસારે ૧પ જ છે. પરંતુ સ્વજાતીય સંઘાતને સંઘાત ગણાય છે. વિજાતીય સંઘાતને સંઘાત તરીકે વ્યવહારમાં ગણાતો નથી. માટે સંઘાતન ૧૫ કહ્યાં નથી.
:
શંકા ઃ શરીર, બંધન, સંઘાતન, અંગોપાંગ અને નિર્માણ. શરીર સંબંધી આ પાંચે કર્મો તથા વર્ણાદિનામકર્મો સર્વે જીવોને ઉદયમાં જ હોય ?
સમાધાન : ઉપર કરેલા સર્વે કર્મો સર્વે સંસારી જીવોને ઉદયમાં હોય જ છે. ફક્ત એકેન્દ્રિય જીવોને અંગોપાંગ નામકર્મ હોતું નથી. વિગ્રહગતિમાં શરીર ન હોવાથી શરીરસંબંધી કર્મો ઉદયમાં હોતા નથી. તથા ચૌદમે ગુણઠાણે આત્મા શરી૨માં જ હોવા છતાં શરીરનો સંબંધ ન રહેતો હોવાથી શરીરસંબંધી કર્મો ઉદયમાં નથી. ફક્ત નિર્માણ નામકર્મ જીવવિપાકી અને ધ્રુવોદયી હોવાથી વિગ્રહગતિમાં પણ ઉદયમાં હોય છે.
શંકા : અનંતકાયમાં સાધારણનામકર્મવાળા જીવોનાં જન્મ, મરણ, શ્વાસ, જીવન સાથે જ છે અને સરખા જ છે તો પછી તે સર્વે જીવોને કર્મો પણ સરખા જ બંધાતા હશેને ?
સમાધાન : કર્મો સરખા બંધાતા નથી, કારણકે તે સર્વે જીવોનું ઔદારિક શરીર એક હોવા છતાં તૈજસશરીર, કાર્મણશરીર તથા પ્રત્યેક આત્માના અધ્યવસાયો જુદા જુદા હોય છે. પરિણતિ ભિન્ન ભિન્ન હોવાથી કર્મબંધ પણ ભિન્ન ભિન્ન છે. આ કારણથી ત્યાંથી મૃત્યુ પામ્યા પછી કોઈ જીવ સાધારણ વનસ્પતિકાયથી બહાર પૃથ્વીકાય આદિમાં જન્મે છે અને કોઈ જીવ પાછો ત્યાં જ અનંતકાયાદિમાં જન્મે છે.
શંકા : સૌભાગ્ય, આદેય અને યશ નામકર્મમાં તફાવત શું ?