SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ અધ્યાય : ૮, સૂત્ર-૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ પકડી રાખે છે. જીવાડે છે. નીકળવા દેતું નથી. જોકે બંને સાથે ઉદયમાં શરૂ થાય છે તો પણ એક કર્મ દેવભવ પ્રાપ્ત કરાવે છે અને બીજું કર્મ પ્રાપ્ત થયેલા એવા દેવભવમાં જકડી રાખવાનું કામ કરે છે. શંકા: જાતિનામકર્મ ઈન્દ્રિયો આપે કે બીજુ કંઈ આપે? સમાધાનઃ અંગોપાંગ નામકર્મથીદ્રવ્ય ઈન્દ્રિયો મળે છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયો મળે છે. તેથી જાતિનામકર્મ ઈન્દ્રિય પ્રાપ્તિનું કારણ નથી પરંતુ હીનાધિક (ઓછુંવધારે) નહી, પણ સમાન ચૈતન્યની પ્રાપ્તિ થવામાં જાતિનામકર્મ કારણ છે. શંકા ચૈતન્યની પ્રાપ્તિ તો જ્ઞાનાવરણીય વગેરે કર્મોના ક્ષયોપશમથી થાય છે. તેમાં અઘાતી એવા જાતિનામકર્મને કારણ માનવાની જરૂર શું? જાતિનામકર્મ ચૈતન્યનું કારણ કેમ બને ? સમાધાનઃ ચૈતન્યની પ્રાપ્તિનું કારણ જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ જ છે. પરંતુ તે ક્ષયોપશમ થવામાં નિમિત્ત કારણ જાતિનામકર્મ છે. જીવ મૃત્યુ પામીને એકેન્દ્રિયમાં જાય એટલે જાતિનામકર્મના ઉદયથી જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થાય છે અને તેનાથી ચૈતન્ય હીન બની જાય છે. એકેન્દ્રિય એવા બીજા જીવોની જેમ જ ક્ષયોપશમ રહે છે. એકેન્દ્રિયના ભવમાંથી નીકળી પંચેન્દ્રિયના ભવમાં આવે એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે થાય છે. તેનાથી ચૈતન્ય વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે જાતિનામકર્મ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ દ્વારા હીનાધિક ચૈતન્ય પ્રાપ્ત થવા છતાં તે તે ભવને યોગ્ય સમાન ચૈતન્ય થવામાં નિમિત્ત કારણ બને છે. શંકા : શરીરનામકર્મ, બંધનનામકર્મ, સંઘાતનનામકર્મ, અને અંગોપાંગનામ કર્મ આ ચારે કર્મોનું કાર્ય શું? સમાધાન આ ચારેય કર્મો શરીર સંબંધી હોવાથી સાથે જ ઉદયમાં શરૂ થાય છે અને સાથે જ ઉદયમાંથી સમાપ્ત થાય છે પરંતુ દરેકનું કાર્યક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. ૧. શરીરનામ કર્મનો ઉદય ઔદારિક વગેરે શરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરાવે છે. એટલે તેનાથી શરીરનો આકાર બને છે. ૨. બંધનનામ કર્મ ગ્રહણ કરેલા અને પ્રતિસમયે ગ્રહણ કરાતા નવાં નવાં પુદ્ગલોને એકરૂપ બનાવે છે. જેનાથી શરીરની વૃદ્ધિ થાય છે. શરીરની પુષ્ટિ થાય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy