________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૪
સમાધાન ઃ પ્રદેશોદયથી અવશ્ય ભોગવવા જ પડે છે. પરંતુ રસોદયથી ભોગવવા જ પડે તેવો નિયમ નથી.
શંકા : આઠે કર્મો જીવ પ્રતિસમયે બાંધે જ ?
સમાધાન : ના. આયુષ્ય વિનાના સાત કર્મો જીવ પ્રતિસમયે નવમા ગુણસ્થાનક સુધી બાંધે છે. પરંતુ આયુષ્યકર્મ દરેક ભવમાં ફક્ત એક જ વાર બંધાય છે.
૨૦૫
શંકા : દર્શન મોહનીયનો ૧ ભેદ કે ૩ ભેદ ? જો બંધમાં એક ભેદ છે તો ઉદય સત્તામાં ૩ ભેદ કેવી રીતે ? બંધ વિના ઉદય-સત્તા કેવી રીતે હોય?
સમાધાન : દર્શન મોહનીયનો ૧ જ ભેદ છે તે છે મિથ્યાત્વ મોહનીય. આ જ કર્મ જ્યારે મંદરસવાળુ થાય ત્યારે તેને મિશ્રમોહનીય કહેવાય છે અને તેનાથી પણ વધુ મંદ (મંદતમ) રસવાળું થાય ત્યારે તેને જ સમ્યક્ત્વ મોહનીય કહેવાય છે. એટલે એક ના જ તરતમભાવે ત્રણ ભેદ છે. બંધ થાય ત્યારે માત્ર મિથ્યાત્વમોહનીય જ બંધાય છે. બંધાયા પછી આત્માના અધ્યવસાયને અનુસારે મિથ્યાત્વ મોહનીયનો રસ મંદ અને વધુ મંદ થતાં તેના જ બીજા બે નામ પડે છે. બાકી તો ત્રણે મોહનીય જ છે અને તે પણ મિથ્યાત્વમોહમાંથી જ બને છે.
શંકા : સમકિત મોહનીય હેય કે ઉપાદેય ? શા માટે ?
સમાધાન : સમક્તિ મોહનીય હેય (છોડવા જેવું) જ છે. સમકિત મોહનીયમાં મિથ્યાત્વનો રસ મંદતમ થતો હોવાથી સમ્યક્ત્વને રોકી ન શકે પરંતુ સમ્યક્ત્વમાં શંકા કાંક્ષા-વિચિકિત્સા વગેરે અતિચારો લાવવા રૂપ કાંકરા તો નાંખે જ છે. સમ્યક્ત્વ આપવું તે તેનું કાર્ય નથી. પરંતુ પ્રાપ્ત થયેલા સમ્યક્ત્વને કલુષિત કરવું, અતિચારો વાળું કરવું તે તેનું કાર્ય છે માટે સમ્યક્ત્વમોહનીય હેય કહેવાય છે.
શંકા : ગતિનામકર્મના અને આયુષ્યકર્મના સરખે સરખા ચાર ભેદ છે. તો બંનેમાં તફાવત શું ? દેવાયુષ્ય એટલે દેવભવની પ્રાપ્તિ અને દેવગતિ એટલે પણ દેવભવની પ્રાપ્તિ, તો આ બન્ને કર્મોનું જુદુ જુદુ ફળ શું ?
સમાધાન : ગતિ નામકર્મ પ્રાપ્તિના અર્થમાં છે. આયુષ્યકર્મ પ્રાપ્તિ અર્થમાં નથી, પરંતુ પ્રાપ્ત થયેલી સ્થિતિમાં પકડી રાખનાર એવા અર્થમાં છે. એટલે કે દેવગતિ નામકર્મ દેવભવની પ્રાપ્તિ કરાવે છે. દેવભવ અપાવે છે, અને દેવાયુષ્યકર્મ પ્રાપ્ત થયેલા દેવભવમાં