________________
૨૦૪
અધ્યાય : ૮, સૂત્ર-૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
જ્ઞાના. દર્શના. વેદ. મોહ. આયુ. નામ ગોત્ર અંતરાય કુલ બંધ | ૫ | ૯ | ૨ | ૨૬ | ૪ | ૬૭ | ૨ | ૫ | ૧૨૦ ઉદય | ૫ | ૯ | ૨ | | ઉદીરણા ૫ | ૯ | ૨ | સત્તા | ૫ | ૯ | ૨ |
૧૨૨
|
| ૧૨૨
૧૪૮
૧૫૮
૪૨.
પુણ્ય
૧ | - | ૩ | ૩૭ | ૧ || પાપ | ૫ | ૯ | ૧ | ૨૬ | ૧ | ૩૪ | ૧ | ૫ | ૮૨
કર્મ અને કર્મબંધ વિષય ઉપર ઉત્પન્ન થતી કેટલીક શંકા અને દરેક શંકાનું સમાધાન નીચે આપ્યું છે.
શંકા ઃ જડ એવું કર્મ આત્માને સુખ-દુઃખ કેવી રીતે આપી શકે ?
સમાધાનઃ રોકડા પૈસા ભેટમાં મળે તો આત્માને સુખ થાય છે અને મળેલા પૈસા ચોરાઈ જાય તો જીવને દુઃખ થાય છે. ખાધેલુ ભોજન પચે તો સુખ અને ન પચે તો દુઃખ. અહીં રોકડા રૂપિયા તથા ખાધેલુ ભોજન જડ છે. છતાં સુખ-દુઃખનું કારણ બને છે. તે જ રીતે કર્મ પણ આત્માને સુખ-દુઃખમાં નિમિત્ત બને છે.
શંકા ઃ કર્મ રૂપી કે અરૂપી?
સમાધાન કર્મ પુદ્ગલ છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળુ છે માટે રૂપી છે. પરંતુ અત્યંત સૂક્ષ્મ હોવાથી દેખાતું નથી.
શંકા ? આત્મા “કર્મ બાંધે છે” એટલે શું કરે છે?
સમાધાનઃ જેમ દૂધ અને પાણી, લોખંડ અને અગ્નિ એકમેક થાય છે તેમ આત્મા સાથે કામણવર્ગણા એકમેક થાય છે, તેને કર્મ બાંધે છે એમ કહેવાય. કર્મ બાંધે ત્યારે કાર્મણ વર્ગણામાં પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભાવો આ જીવ ઉત્પન્ન કરે છે.
શંકા : બંધાયેલા કર્મો અવશ્ય ભોગવવા જ પડે ?