________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૪
૨૦૩ ૫. વિર્યાન્તરાયઃ વીર્ય એટલે સામર્થ્ય-શક્તિ. તેનો પ્રતિબંધ કરનારું જે કર્મ તે વર્યાન્તરાય કર્મ. યુવાન હોવા છતાં, જે કર્મના ઉદયથી જીવને બળ ફોરવવાનું મન ન થાય, નિર્બળતા પ્રાપ્ત થાય તે વીર્યાન્તરાય કર્મ.
સાર: અંતરાય કર્મમાં મહત્ત્વનું તત્ત્વ વિઘ્ન છે. પૂર્વભવમાં આપણે કોઈને વિક્નો પહોંચાડ્યા હોય ત્યારે આપણને વિદ્ગો નડે. હવે જો કોઈ જ જાતનો અંતરાય ન નડે તેવી ઇચ્છા હોય તો સર્વ પ્રથમ આપણે બીજાને અંતરાયરૂપ ન થવું જોઈએ. વ્યવહારની ભાષામાં કહીએ તો જો તમને કોઈ ન નડે તેવી ઇચ્છા હોય તો તમારે બીજાને નડવાનું બંધ કરવું જોઈએ.
હવે આપણને કોઈ કશામાં નડે નહીં તેવી ઇચ્છા છે તો તે માટે એક જ સ્થાન જગતમાં નિર્માણ પામેલું છે અને તે છે મોક્ષ. સર્વ અંતરાયોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્તિ માટે પુરૂષાર્થ શરૂ કરવો.
આ પ્રમાણે આઠ કર્મોની પ્રકૃતિના ભેદોનું વર્ણન પૂર્ણ થાય છે. આઠ કર્મોમાં અનુક્રમે ૫ + ૯ + ૨ + ૨૮ + ૪ + ૪૦ + ૨ + ૫ = ૯૭ભેદ થાય છે. જ્ઞા દ વે મો આ ના ગો એ
પરંતુ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તામાં આઠે કર્મના ભેદોનો સરવાળો અપેક્ષા વિશેષથી ભિન્ન ભિન્ન આવે છે, તેના મુખ્ય બે કારણો છે.
૧. મોહનીય કર્મમાં સમકિત મોહનીય અને મિશ્ર મોહનીયનો બંધ થતો નથી ફક્ત મિથ્યાત્વ મોહનીયનો જ બંધ થાય છે. તેથી બંધમાં મોહનીયની ૨૬ પ્રકૃતિ ગણવામાં આવે છે. હવે જે મોહનીયકર્મ બંધાય છે. તેના જ રસની હાનિથી ઉદયાદિમાં સમકિત મોહનીય અને મિશ્રમોહનીય બને છે. તેથી ઉદયમાં અને ઉદીરણામાં તેમજ સત્તામાં મોહનીયની ૨૮ પ્રકૃતિ ગણવામાં આવે છે.
૨. નામ કર્મના ૪૨ ભેદોના પેટા ભેદો, ૬૭, ૯૩ અને ૧૦૩ થાય છે. બંધ, ઉદય અને ઉદીરણામાં ૬૭ ભેદો લેવાય છે જ્યારે સત્તામાં ૯૩ અથવા ૧૦૩ ભેદો લેવાય છે.