________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૪
૨૦૧
સમાધાન : આ પ્રશ્નનો ઉત્તર અનેકાંતદષ્ટિને લક્ષમાં રાખીને અપેક્ષા ભેદથી વિચારીએ તો કહી શકાય કે જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણકુળ ઉચ્ચ છે અને વફાદારીવીરતાની અપેક્ષાએ ક્ષત્રિયકુળ ઉચ્ચ છે.
શત્રુઓ સામે વીરતાપૂર્વક લડીને જીવનના અંત સુધી પ્રબળ પુરુષાર્થ ક્ષત્રિયો જે રીતે કરે છે તે બ્રાહ્મણોના લોહીમાં નથી. ક્ષત્રિયો જ્યારે અહિંસાધર્મ અપનાવે ત્યારે આંતર-શત્રુઓ સામે લડવાનો પ્રબળ પુરુષાર્થ પણ કરે છે.
બ્રાહ્મણકુળમાં ગમે તેટલી બાહ્ય પવિત્રતા હોય છતાં ‘‘ભિક્ષુકવૃત્તિ’” દક્ષિણા લેવાની મનોવૃત્તિ જન્મજાત હોય છે. એ પ્રકૃતિદોષને લીધે શાસ્ત્રમાં તેને (તે કુળને) નીચગોત્ર કહ્યું. ક્ષત્રિયો હિંસાપ્રધાન હોવા છતાં ‘‘નીતિમત્તા’” ની પ્રધાનતાવાળા છે માટે તે કુળને ઉચ્ચગોત્ર કહ્યું .
સાર ઃ ઉચ્ચ-નીચના ભેદો એ કોઈ આજકાલની વસ્તુ નથી. જીવની અનાદિથી વળગેલી કર્મ પ્રકૃતિ પ્રમાણે ગોત્રમાં સારા-નરસાપણુ કે ઉચ્ચપણું અને હલકાપણું તો ચોટેલું જ છે. આ ઉચ્ચ-નીચના ભેદનું સર્વથા નિવારણ મોક્ષ સિવાય થઈ શકે જ નહિ. માટે જો બધા જ જીવોમાં સમાનતાની અપેક્ષા હોય અને જગતને ઉંચ-નીચના ભેદોમાંથી મુક્ત કરાવવું હોય તો મોક્ષ સિવાય-અર્થાત્ ગોત્રકર્મના ક્ષય સિવાય તે થઈ શકે જ નહીં કેમકે આત્માનો મૂળભૂત સ્વભાવ તો અગુરુલઘુ જ છે.જેના કારણે ઉંચ નીચના ભેદો સર્જાયા છે તે કર્મને જ મૂળમાંથી ઉખેડવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
સૂત્ર (૮-૧૪) પ્રયોજન : અંતરાયકર્મના ભેદો જણાવે છે.
दानादीनाम् દાનાદીનામ્
૮-૨૪
૮-૧૪
દાન આદીનાર્ ૮-૧૪
શબ્દાર્થ : દાનાદિનાન્
= દાન વગેરે.
સૂત્રાર્થ : દાન વગેરે(દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એમ અંતરાય કર્મના પાંચ ભેદ છે.)
ભાવાર્થ : આત્મામાં દાનાદિગુણોની જે લબ્ધિઓ (શક્તિઓ) રહેલી છે તેને