________________
૨00
અધ્યાય : ૮, સૂત્ર-૧૩ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ થાય. નામકર્મના ૩૯ + ૮ + ૧૦ + ૧૦ = ૬૭ ભેદ પણ થાય છે. બંધ-ઉદયઉદીરણામાં ૬૭ ભેદો લેવામાં આવે છે જયારે સત્તામાં ૯૩ અથવા ૧૦૩ ભેદો ગણવામાં આવે છે. સૂત્ર (૮-૧૩) પ્રયોજન ગોત્રકર્મના બે પેટા ભેદો જણાવે છે.
उच्चैर्नीचैश्च ८-१३ ઉચ્ચર્નીચેa ૮-૧૩
ઉચ્ચઃ નીચેઃ ચ ૮-૧૩ શબ્દાર્થ ઉચ્ચઃ = ઉચ્ચ, નીચેઃ = નીચ. સૂત્રાર્થ ઉચ્ચ અને નીચ (એમ ગોત્ર કર્મના બે ભેદ છે.)
ભાવાર્થ ગોત્ર કર્મના બે ભેદ છે. (૧) ઉચ્ચગોત્ર અને (૨) નીચ ગોત્ર. જે કર્મના ઉદયથી જીવ સારા-ઉચ્ચકુળમાં જન્મે તે ઉચ્ચગોત્ર. જે કર્મના ઉદયથી જીવ હલકાનીચકુળમાં જન્મે તે નીચગોત્ર.
શંકાઃ ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર કોને કહેવાય?
સમાધાનઃ જે કુળમાં ન્યાય-નીતિ અને ધર્મનું સંરક્ષણ હોય અને તે પ્રમાણે પ્રવર્તન (આચરણ) હોય. નીતિ અને ધર્મની પ્રધાનતા હોય તેવા કુળને ઉચ્ચગોત્ર કહેવાય છે. જેમ કે ઈક્વાકુકુલ, હરિકુલ, ક્ષત્રિયકુલ, રઘુવંશ વગેરે. જે કુળમાં ન્યાય-નીતિ અને ધર્મનું પાલન-પોષણ-રક્ષણ ન હોય પરંતુ તેનું ઉલ્લંઘન હોય. અન્યાય, અનીતિ અને અધર્મના પાલન પોષણ તરીકે જગતમાં નિંદનીયપણે પ્રસિદ્ધિ હોય તે નીચગોત્ર કહેવાય છે. જેમકે ચંડાલ, મચ્છીમાર, કસાઈ વગેરે.
આ સૂત્ર ઉપરથી એમ સમજાય છે કે ઉચ્ચ-નીચ એવા ગોત્રના ભેદ, પૂર્વકૃત ગોત્ર કર્મના ઉદયનું પરિણામ છે. મહાવીરસ્વામી ભગવાનના આત્માને મરીચિના ભવમાં ગોત્રનો મદ કરવાથી નીચગોત્ર કર્મ બંધાયું હતું તે વાત જાણીતી છે. માટે ઉચ્ચપણુ અને નીચપણ એ કર્મજન્ય પરિસ્થિતિ છે. પરંતુ સામાન્ય માણસો વડે કલ્પના કરાયેલા ભેદ નથી.
શંકાઃ લોકમાં બ્રાહ્મણકુળ પવિત્ર ગણાય છે. શુભ કામમાં બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે. વારંવાર સ્નાનાદિ કરે છે. બ્રહ્મવિદ્યાવાળા છે. છતાં શાસ્ત્રોમાં બ્રાહ્મણકુલને નીચગોત્ર કેમ કહ્યું? ક્ષત્રિયકુલ હિંસાપ્રધાન છે. જેના જીવનમાં શિકાર અને જુગારાદિ છે. તેને શાસ્ત્રમાં ઉચ્ચગોત્ર કેમ કહ્યું ?