________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૨
૧૯૯
દુઃસ્વર નામકર્મ : જે કર્મના ઉદયથી કાનને અપ્રિય લાગે તેવા ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય તે દુઃસ્વર નામકર્મ.
(૧૭-૧૮) આદેય-અનાદેય નામકર્મ : જે કર્મના ઉદયથી જીવનું વચન સર્વ લોકો માન્ય કરે, લોકોને પ્રીતિ ઉપજાવનારૂં બને. બોલનાર વકતાના વચનથી આકર્ષાઈને લોકો સત્કાર-સન્માન અને વિનય કરે તે આઠેય નામકર્મ.
અનાદેય નામકર્મ : જે કર્મના ઉદયથી હિતકારક વચનો કહેવા છતાં લોકો માન્ય ન કરે અને માન-સન્માન વિનય ન કરે તે અનાદેય નામકર્મ,
(૧૯-૨૦) યશ-અયશ નામકર્મ : જે કર્મના ઉદયથી જીવની ચારે દિશામાં પ્રશંસા થાય, કીર્તિ ફેલાય તે યશ નામકર્મ.
અયશ નામકર્મ : જે કર્મના ઉદયથી સારા કાર્યો કરવા છતાં નિંદા થાય, અપકીર્તિ ફેલાય તે અયશ નામકર્મ.
શંકા : યશ એટલે પ્રશંસા અને કીર્તિ એટલે પ્રશંસા. આ બંને શબ્દોના અર્થમાં તફાવત ખરો ?
સમાધાન : હા, સામાન્યથી બંનેના અર્થમાં ફે૨ નથી પણ વિશેષથી વિચારીએ તો થોડો ફરક છે. તે આ પ્રમાણે.
દાન અને પુણ્ય કાર્યો કરવાથી જે ખ્યાતિ મળે તે કીર્તિ. પરાક્રમથી-શુરવીરતાથી જે ખ્યાતિ મળે તે યશ. એક દિશામાં પ્રસિદ્ધિ ફેલાય તે કીર્તિ અને સર્વ દિશામાં પ્રસિદ્ધિ ફેલાય તે યશ. શાસ્ત્રમાં કીર્તિ કરતા યશને મોટો ગણાવ્યો છે.
આ પ્રમાણે નામકર્મની પિંડ પ્રકૃતિઓ (૧૪), પ્રત્યેક પ્રકૃતિઓ (૮), ત્રસદશક (૧૦), અને સ્થાવર દશક (૧૦) એમ કુલ ૪૨ ભેદ થયા.
તેમાં ૧૪ પિંડ પ્રકૃતિના પેટા ભેદ પૂર્વે જણાવ્યા મુજબ ૬૫ લઈએ તો ૬૫ + ૮ + ૧૦ + ૧૦ = ૯૩ ભેદ પણ નામકર્મના થાય છે. પાંચ બંધનને બદલે ૧૫ બંધન ગણીએ તો ૧૦ ની સંખ્યા વધતાં નામકર્મના (૯૩ + ૧૦) = ૧૦૩ ભેદ પણ થાય છે.
હવે બંધન અને સંઘાતનના પાંચ ભેદો ને પાંચ શરીરની અંદર સમાવી લઇએ એટલે બંધન, સંઘાતન નીકળી જાય અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ૨૦ પેટા ભેદો ન ગણીએ અને ચાર જ ભેદ વર્ણ (૧), ગંધ (૧), રસ (૧) અને સ્પર્શ (૧) અથવા ૨૦ –૧૬ = ૪) લઈએ તો પિંડપ્રકૃતિના ૬૫ – ૧૦ – ૧૬ = ૩૯ પેટા ભેદ