SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ અધ્યાય : ૮, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સાધારણ નામકર્મઃ જે કર્મના ઉદયથી અનંતા જીવોનું એક જ શરીર મળે તે સાધારણ નામકર્મ, જેમ કે બટાકા, ડુંગળી, લસણ, ગાજર વગેરે અનંતકાય જીવો છે. અનંત કાયને માટે સાધારણ વનસ્પતિકાય, નિગોદ એવા શબ્દો પણ વપરાય છે. આવો પ્રત્યેક અને સાધારણ ભેદ માત્ર વનસ્પતિકાયમાં જ હોય છે. કારણ કે અનંતા જીવો વચ્ચે એક શરીર માત્ર વનસ્પતિકાયમાં જ છે. અન્યત્ર આવો ભેદ નથી. (૯-૧૦) સ્થિરય-અસ્થિર નામકર્મઃ જે કર્મના ઉદયથી શરીરમાં રહેલા હાડકા, દાંત વગેરે અવયવો પોતપોતાના સ્થાને સ્થિર જ રહે તે સ્થિર નામકર્મ. અસ્થિર નામકર્મઃ જે કર્મના ઉદયથી જીભ, આંખ વગેરે અવયવો પોતાના સ્થાને રહીને પણ હલન-ચલન કર્યા જ કરે પણ સ્થિર ન રહે તે અસ્થિર નામકર્મ. (૧૧-૧૨) શુભ-અશુભ નામકર્મ : જે કર્મના ઉદયથી નાભિની ઉપરના શુભ અવયવો પ્રાપ્ત થાય તે શુભનામકર્મ. કોઈના પણ માથા ઉપર કે પીઠ ઉપર હાથ મૂકવામાં આવે તો તે રાજી થશે. અશુભ નામકર્મઃ જે કર્મના ઉદયથી નાભિની નીચેના અશુભ અવયવો પ્રાપ્ત થાય તે અશુભ નામકર્મ. કોઈને પગથી સ્પર્શ કરવાથી દુઃખદાયી લાગે જ છે. (૧૩-૧૪) સૌભાગ્ય-દોર્ભાગ્ય નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ બીજાનો ઉપકાર ન કરે છતાં બીજાને વ્હાલો લાગે, લોકો વ્હાલ વરસાવે, ઓછું કામ કરવા છતાં લોકોનો પ્રેમ વધે તે સૌભાગ્યનામકર્મ. દૌર્ભાગ્ય નામકર્મ ઃ જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં સામેની વ્યક્તિને અપ્રિય લાગે તે દૌભગ્ય નામકર્મ. શંકા પગના સ્પર્શથી દુઃખ થાય છે માટે નાભિ નીચેના અવયવો અશુભ છે એમ સમજાવ્યું, પરંતુ સ્ત્રીના ચરણ સ્પર્શથી પુરુષને પ્રીતિ થતી પણ દેખાય છે તો પગનો ભાગ અશુભ કેમ કહેવાય ? સમાધાનઃ તેનું કારણ “મોહની પ્રબળતા છે. જેમ વિષ્ટા અશુભ છે છતાં મુંડને ગમે છે તેટલા માત્રથી તે શુભ કહેવાતી નથી. (૧૫-૧૬) સુસ્વર-દુઃસ્વર નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવને કંઠ કોયલ જેવો મધુર અને બીજાને સાંભળતા જ સુખ-આનંદ-હર્ષ ઉત્પન્ન થાય તેવો સુંદર મળે તે સુસ્વર નામકર્મ.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy