________________
અધ્યાય : ૮, સૂત્ર-૧૨
૧૯૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ બંધાય છે. તેથી ૧ શ્વાસોચ્છ્વાસમાં ૧૭ II ભવ કરનારા જીવો પણ આ ત્રણ પર્યાપ્તિઓ તો પૂર્ણ કરે જ છે.
શ્વાસોચ્છ્વાસ પર્યાતિ : જે શક્તિ દ્વારા આ જીવ શ્વાસઉચ્છ્વાસને યોગ્ય એવા શ્વાચ્છોશ્વાસ વર્ગણાનાં પુદ્ગલો ગ્રહણ કરી શ્વાસોચ્છ્વાસરૂપે પરિણમાવીને શ્વાસઉચ્છ્વાસરૂપે છોડે તે શક્તિને શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ કહેવાય છે.
ભાષા પર્યાપ્તિ : ભાષાને યોગ્ય ભાષા વર્ગણાના જે પુદ્ગલો છે તે પુદ્ગલોને ગ્રહણ કરી, ભાષા રૂપે પરિણમાવી તેનું જ અવલંબન લઈને જે શક્તિથી ભાષા રૂપે મુકાય છે તે ભાષા પર્યામિ કહેવાય છે.
મનઃ પર્યાપ્તિ ઃ મનને યોગ્ય મનોવર્ગણાના જે પુદ્ગલો છે તે પુદ્ગલોને ગ્રહણ કરી મનરૂપે પરિણમાવી, તેનું જ અવલંબન લઈને જે શક્તિથી મનરૂપે વિસર્જન કરાય છે તે શક્તિનું નામ મન:પર્યાપ્તિ કહેવાય છે.
સર્વે સંસારી જીવો જન્મના પ્રથમ સમયથી જ (એટલે કે વિગ્રહ ગતિ પૂર્ણ કરીને ઉત્પત્તિસ્થાનમાં આવે તે સમયથી જ) આ છ એ પર્યાપ્તિઓ પ્રગટ કરવાનો આરંભ કરે છે. એકેન્દ્રિય જીવોને પ્રથમની ચાર, સંજ્ઞી પંચન્દ્રિય જીવોને છ અને બાકીના, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મન સિવાયની પાંચ પર્યાપ્તિઓ હોય છે, આ છ એ પર્યાપ્તિઓ ઉત્પત્તિ સ્થાનના પ્રથમ સમયથી પ્રારંભ કરવા છતાં કોઈ જીવ પોત પોતાના ભવ યોગ્ય ચાર પાંચ કે છ એ પર્યાપ્તિઓ જે કર્મના ઉદયથી પૂર્ણ કરી શકે છે તે પર્યાપ્ત નામકર્મ કહેવાય છે.
અપર્યાપ્ત નામકર્મ : પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ અધુરી પર્યાપ્તિએ જ મૃત્યુ પામે છે તે કર્મને અપર્યાપ્ત નામ કર્મ કહેવાય છે.
(૭-૮) પ્રત્યેક અને સાધારણ નામકર્મ : જે કર્મના ઉદયથી દરેકે દરેક જીવ માત્રને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય તે પ્રત્યેક નામકર્મ. જેમકે દેવ-મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ, નારકી, વિષ્લેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વૃક્ષાદિ પ્રત્યેક વનસ્પતિકાય, વૃક્ષોમાં મૂળ-થડ, શાખા, પ્રશાખા, ફુલ, પાંદડા, ફળ અને બીજમાં જુદા જુદા જીવો હોય છે, કારણ કે દરેકની શરીરરચના ભિન્ન ભિન્ન છે. ગર્ભવતી માતાના બાળકને જેમ માતાથી પોષણ મળે છે તેમ વૃક્ષ આશ્રિત તમામ જીવોને ખાતર-પાણી દ્વારા પોષણ મળે છે. માટે ભિન્ન ભિન્ન શરીરરચના હોવાથી પ્રત્યેક નામકર્મનો ઉદય હોય છે.