________________
૧૯૬
અધ્યાય : ૮, સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સમાધાન: આ ત્રણે ઢાળ અથવા પવનનો સહારો મળે તો તેના વેગથી ગતિ કરે છે, સ્વયં પોતે ગતિ કરતા નથી. જ્યારે અગ્નિ અને વાયુ તો ભક્ષ્ય મળતા કોઈની સહાય વિના સ્વયં ગતિ કરે છે માટે તેઉ-વાયુ આ બે જ ગતિત્રસ છે. શેષ ત્રણ સ્થાવર છે. વાસ્તવિકપણે તો પાંચે સ્થાવર છે.
(૩-૪) બાદર-સૂક્ષ્મ નામકર્મ :
જે કર્મના ઉદયથી જીવ સ્કુલ બને, બાદર પરિણામવાળો બને અર્થાત્ જેનું એક શરીર અથવા ઘણા જીવોના શરીરોના સમુહને ચક્ષુથી જોઈ શકાય તે બાદર નામકર્મ કહેવાય છે.
સૂક્ષ્મનામ કર્મ : સૂક્ષ્મ જીવોના અસંખ્ય શરીરો એક સાથે ભેગા હોય તો પણ ચક્ષુથી જોઈ શકાતા નથી તે સૂક્ષ્મ નામકર્મ જાણવું.
(૫-૬) પર્યાપ્ત અને અપર્યાપ્ત નામકર્મ :
કોઈપણ સંસારી જીવો મૃત્યુ પામ્યા પછી અન્યભવમાં જઈને તે ભવનું સંસારી જીવન જીવવા માટે શરીર સંબંધી છ પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરવા માટે પુગલોની સહાયથી પ્રયત્ન કરે છે તે છ પ્રકારની શક્તિઓને પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ એટલે પુગલની સહાય દ્વારા પ્રગટ થયેલી શક્તિ. તેના છ ભેદ છે.
૧. આહાર પર્યાતિ ૨. શરીર પયંતિ ૩. ઈન્દ્રિય પર્યાતિ ૪. શ્વાચ્છોશ્વાસ પર્યાપ્તિ ૫. ભાષા પર્યાપ્તિ અને ૬. મન:પર્યાપ્તિ
આહાર પર્યાપ્તિઃ જે શક્તિ દ્વારા શરીર બનાવવાને યોગ્ય પુગલો ગ્રહણ કરી, આહાર રૂપે પરિણમાવે તે શક્તિને આહાર પર્યાપ્તિ કહેવાય છે.
શરીર પર્યાતિઃ ગ્રહણ કરેલા પુદ્ગલોમાંથી હાડકા-માંસ-લોહી-વીર્ય આદિ રૂપે સાત ધાતુઓનું શરીર જે શક્તિથી બનાવે તે શક્તિનું નામ શરીર પર્યાપ્તિ. આહાર પર્યાપ્તિનો કાળ એક (૧) સમય, પરંતુ શરીર પર્યાપ્તિનો કાળ અંતર્મુહૂર્ત હોય છે.
ઈન્દ્રિય પર્યામિ : શરીરરૂપે બનેલા પુદ્ગલોમાં આંખ-કાન-નાક-જીભ વગેરે ઈન્દ્રિયોની રચના કરવાની આત્મામાં ઉત્પન્ન થયેલી શક્તિ તે ઈન્દ્રિય પર્યાપ્તિ નામકર્મ.
આ ત્રણ પર્યાપ્તિઓ (આહાર, શરીર અને ઈન્દ્રિય) બધા જીવો (પર્યાપ્તા કે અપર્યાપ્તા) પૂર્ણ કરે જ છે. કારણ કે ત્રણ પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા પછી જ પરભવનું આયુષ્ય