________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૨
૧૯૫ વચરતા ૧૬૦ તીર્થંકરભગવંતોને હોય છે. આ કર્મ પાછળના ત્રીજા ભવમાં જ બીજા જીવોને ધર્મ પમાડવાની ઉચ્ચતમ ભાવનાથી નિકાચિતપણે બંધાય છે.
(૭) નિર્માણ નામકર્મ : જે કર્મના ઉદયથી શરીરના દરેક અંગની અને ઉપાંગની પોતપોતાના નિયત સ્થાને રચના થાય તે નિર્માણ નામકર્મ. અંગોપાંગનામ કર્મ શરીરના અંગો-ઉપાંગો અને અંગોપાંગોની રચના કરી આપે છે પણ તે સર્વ અવયવોને યથાસ્થાને જોડવાનું કામ નિર્માણ નામકર્મ કરે છે. આ કર્મ ૧૩ મા ગુણસ્થાનક સુધી સર્વ જીવોને ઉદયમાં હોય છે.
(૮) ઉપઘાત નામકર્મઃ જે કર્મના ઉદયથી જીવ પોતાના જ શરીરના અવયવોની ખોડખાંપણના કારણે દુઃખી થાય તે ઉપઘાત નામકર્મ.જેમ કે શરીરમાં રસોળી થવી, ડબલદાંત થવા, ખુંધ નીકળવી, છ આંગળીઓ મળવી, માથે ટાલ પડવી વગેરે દોષો ઉપઘાતનામકર્મના ઉદયથી છે તેમ સમજવું.
ત્રણ દશક અને સ્થાવર દશક આ બંને પ્રતિપક્ષી હોવાથી સાથે વિચારીએ. (૧-૨) ત્રણ-સ્થાવર નામકર્મઃ
જે કર્મના ઉદયથી, પોતાની ઇચ્છા પ્રમાણે જીવ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે તે ત્રસનામકર્મ. બેઇન્દ્રિય અને તેથી વધુ ઈન્દ્રિયવાળા જીવોને ત્રાસનામકર્મનો ઉદય હોય છે. વાયુકાય અને તેઉકાયના જીવો અન્ય સ્થાને જઈ શકે છે પણ તેમાં તેમની ઇચ્છા કારણ નથી. સ્વભાવિક રીતે જ ગતિ થાય છે આથી તે જીવોને આ કર્મનો ઉદય હોતો નથી. ગતિથી ત્રસ કહેવાય છે. પરંતુ તે જીવો વાસ્તવિક ત્રસ નથી.
સ્થાવર નામકર્મ એક જ સ્થાને સ્થિર રહે. એક જ સ્થાને સ્થિર રહેલા સ્થાવર જીવો પોતાની ઇચ્છા પ્રમાણે ગમનાગમન ન કરે તે સ્થાવરનામકર્મ.
શંકાઃ તેઉકાય-વાઉકાયને ત્રસ કહેવાય છે તો શું તેમને ત્રસનામકર્મનો ઉદય હોય?
સમાધાન: ના. તેઉકાય-વાઉકાયને સ્થાવર નામકર્મનો જ ઉદય હોય છે. વાયુ સ્વયં ગમન કરે છે. માટે ગતિથી જાણે ત્રસ હોય એમ ઉપચાર કરીને કહેવાય છે.
શંકાઃ પાણી પણ ઢાળ મળે તો ગતિ કરે છે, ઝાડ પણ વાયુથી હાલે છે. તો પૃથ્વીપાણી-વનસ્પતિને ત્રસ કેમ ન કહ્યા ?